loader

Breaking News


Home > National > NRC મુદ્દે મમતા vs ભાજપ, અસમ એરપોર્ટ પર TMC સાંસદોનાં ધરણા ચાલુ


Foto

NRC મુદ્દે મમતા vs ભાજપ, અસમ એરપોર્ટ પર TMC સાંસદોનાં ધરણા ચાલુ

Aug. 3, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનનાં આંકડા જાહેર થયા બાદ દેશની રાજનીતિ ગરમાઈ ચુકી છે. સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દે તીખા વાદ વિવાદ થઇ રહ્યાં છે. ગુરુવારે તૃણમુલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને અસમના એરપોર્ટ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં નિશાન પર મોદી સરકાર છે. TMC નાં ઘણા સાંસદો હાલ અસમનાં સિલ્ચર એરપોર્ટ પર ધરણા પર બેઠાં છે.

ટીએમસીએ આ મુદ્દે લોકસભામાં આજે અસમ DG અને રાજ્યનાં ગૃહસચિવ વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી શકે છે, તેઓએ તેના માટે નોટીસ પણ આપી છે. આજે આ મુદ્દે સંસદમાં NRC મુદ્દે ઘણો હોબાળો થાય તેવી શક્યતાં પણ રહેલી છે. TMC ઉપરાંત સમગ્ર વિપક્ષ પણ આ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાની કોશિશ કરશે.