loader

Breaking News


Home > Gujarat > મામલતદાર 7 લાખની લાંચ લેતા પકડાયા, એસીબીએ રંગે હાથ ઝડપ્યો


Foto

મામલતદાર 7 લાખની લાંચ લેતા પકડાયા, એસીબીએ રંગે હાથ ઝડપ્યો

Oct. 29, 2018, 1:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : વેસુ કેનાલ રોડની કરોડોની કિંમતની જમીનમાં ક્ષેત્રફળનાં સુધારાનાં હુકમ માટે મજૂરાનાં મામલતદાર રાજેન્દ્ર ફત્તેસિંહ ચૌધરીએ કતારગામનાં બિલ્ડર રાજેશ પાસેથી ૭ લાખની લાંચ માંગી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં મામલતદારનો ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો અને મામલતદાર ફરાર થઈ ગયા હતા.



આજે મામલતદારની પોલીસે ધરપકડ કરી છે. મજૂરાનાં મામલતદારે કતારગામનાં બિલ્ડર રાજેશ પાસેથી ૭ લાખની લાંચ માંગી હતી. બિલ્ડરે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્રની બાજુમાં મજૂરા મામલતદારની કચેરીમાં મંગળવારે સાંજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. બિલ્ડર રૂ. ૭ લાખની બેગ લઈને ઓફિસમાં પહોંચ્યો હતો. મામલતદારે બીજી ઓફિસમાં તેના ડ્રાઈવરને રકમ આપી દેવા કહ્યુ હતું. બિલ્ડરે ડ્રાઈવર નરેશ ખટીકને પૈસા આપ્યા ત્યારે એસીબી ટ્રેપની ગંધ આવી જતા તેણે બેગ બારીમાંથી ફેંકી દઈ ભાગવાનો પ્રયાસ કર્યો. જો કે, ત્યાં ઉભેલા એસીબીનાં સ્ટાફે તેને પકડી લીધો હતો. જ્યારે મામલતદાર ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતા. જેને પોલીસે પકડી પાડ્યો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.