loader

Breaking News


Home > National > ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ સુધારવા માટે મેનેજરની નિયુક્તિ થશે


Foto

ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ સુધારવા માટે મેનેજરની નિયુક્તિ થશે

July 6, 2018, 11:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રેલ્વેમાં કેટરિંગ કોન્ટ્રાક્ટરોને અંકુશ લાવવા માટે દરેક ટ્રેનમાં IRCTC પોતાના મેનેજરોની કરશે. ટ્રેનની પેન્ટ્રીકારથી લઈને કોચમાં યાત્રીઓને જમવાનું પીરસવા વાળા વેન્ડર - વેઈટર પર નજર રાખશે. જમવામાં કોઇપણ જાતની ફરિયાદ કરવી હોય તો સીધા જ મેનેજરને ફરિયાદ કરી શકાશે. દોષિત કોન્ટ્રાક્ટર પર મેનેજર તાત્કાલિક કાર્યવાહી કરશે.,/p>

રેલ્વેની કેટરિંગ સુવિધામાં સુધારો કરવા માટે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમે રેલ્વે બોર્ડ સમક્ષ દરેક ટ્રેનમાં મેનેજર માટે બર્થ ફાળવણી પણ માંગી છે. IRCTC નાં આ પ્રસ્તાવને રેલ્વે બોર્ડે ૨ જુલાઈએ મંજુર કરી દીધો હતો. રેલ્વે બોર્ડે દરેક ઝોનનાં ચીફ કોમર્શિયલ મેનેજરોને આદેશ બહાર પાડીને જણાવ્યું છે કે કેટરિંગ નીતિ ૨૦૧૭ મુજબ રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી, દુરંતો અને પેન્ટ્રીકાર વાલી મેલ - એક્સપ્રેસ, સુપરફાસ્ટ ટ્રેનોમાં IRCTC મેનેજર માટે સમર્પિત બર્થ - સીટ સ્થાઈ રૂપથી બુક રહેશે.,/p>