loader

Breaking News


Home > National > માનહાની કેસ : કુમાર વિશ્વાસે અરુણ જેટલીની માફી માંગી, કોર્ટે કેસ કર્યો બંધ


Foto

માનહાની કેસ : કુમાર વિશ્વાસે અરુણ જેટલીની માફી માંગી, કોર્ટે કેસ કર્યો બંધ

May 28, 2018, 5:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપનાં અસંતુષ્ટ નેતા કુમાર વિશ્વાસે દિલ્હી અને જીલ્લા ક્રિકેટ સંઘ માનહાની મામલે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની માફી માંગી લીધી છે ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટે જેટલી દ્વારા દાખલ કરવામાં આવેલ કેસને બંધ કરી દીધો છે. આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આપનાં નેતા રાઘવ ચઢ્ઢા , સંજય સિંહ, આશુતોષ અને દીપક વાજપાઈ માફી માંગી ચુક્યા છે.

કેજરીવાલ અને તેમનાં સાથીઓએ જેટલી પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ ડીજીસીએના અધ્યક્ષ તરીકે ઘણી ગરબડ કરી હતી. પાર્ટીના અન્ય નેતાઓએ પણ જેટલી પર આ પ્રકારના આરોપ લગાવ્યા હતા. જેનર પર અરુણ જેટલીએ આ દરેક નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં દસ કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો હતો.