loader

Breaking News


Home > Gujarat > કેરીનો પાક નિષ્ફળ ગયો, કપાસનો પાક વીમો ન મળ્યો, મગફળીનું પેમેન્ટ પણ ન મળ્યું, શું આજ છે અચ્છે દિન.


Foto

કેરીનો પાક નિષ્ફળ ગયો, કપાસનો પાક વીમો ન મળ્યો, મગફળીનું પેમેન્ટ પણ ન મળ્યું, શું આજ છે અચ્છે દિન.

April 11, 2018, 10:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર,જૂનાગઢ:જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીએ જિલ્લા કલેકટર સૌરભ પારધીને આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સંબોધીને અપાયેલા આવેદનમાં જણાવાયું હતું કે જિલ્લામાં કેરીનો પાક નિષ્ફળ ગયો છે. જયારે કપાસના પાકનો વિમો અત્યંત નજીવી રકમમાં મળ્યો હોય છતાં ન મળ્યા સમાન છે. આ ઉપરાંત જે ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને વેંચી છે તેના પણ નાણાં બે - ત્રણ મહિના બાદ મળે છે.

આમ, લાંબા સમય સુધી નાણાં ન મળતા ખેડૂતોની હાલત ખરાબ થઇ રહી છે અને તેના તમામ આર્થિક વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે, અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગણીઓ કરાઈ છે. આ તકે હર્ષદભાઇ રિબડીયા,ભીખાભાઇ જોષી, બાબુભાઇ વાજા તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.