loader

Breaking News


Home > Gujarat > માનવમિત્ર ઈમ્પૅક્ટ : ગાંધીનગરમાં બેરોકટોક હુક્કાબાર ચાલતાં હોવાના અહેવાલ બાદ પોલીસે રેડ પાડી 27 નબીરાઓને પકડ્યા


Foto

માનવમિત્ર ઈમ્પૅક્ટ : ગાંધીનગરમાં બેરોકટોક હુક્કાબાર ચાલતાં હોવાના અહેવાલ બાદ પોલીસે રેડ પાડી 27 નબીરાઓને પકડ્યા

Aug. 3, 2018, 2:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરમાં બેરોકટોક હુક્કાબાર ચાલતા હોવાના માનવમિત્રનાં અહેવાલ બાદ પોલીસ સફાળી જાગી હતી અને આવા હુક્કાબાર બંધ કરવા માટે કાર્યવાહી શરુ કરી હતી ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગરના કોબા પાસે આવેલ શમિયાણા હોટેલમાં રેડ પાડીને 27 યુવક યુવતીઓને હુક્કો તેમજ દારૂની મજા માણતા રંગેહાથ પકડ્યા હતા.

મળતી માહિતી મુજબ SOG પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકી પેટ્રોલિંગમાં હતા ત્યારે આ હોટેલ બહાર પાર્ક થયેલ ગાડીઓ જોતા તેમને શંકા ગઈ હતી જેથી તેઓએ મેનેજરને પૂછ્યું હતું પણ મેનેજરે સંતોષકારક જવાબ ના આપતા તેઓ નીકળી ગયા હતા. જો કે હોટેલની પાછળ આવેલ આઠ ફૂટ ઊંચો વરંડો ઠેકીને તેઓ પાછળના ભાગે અલગ અલગ રૂમ્સમાં હુક્કો પિતા 27 નબીરાઓને ઝડપી પાડ્યા હતા તેમજ હોટેલ મલિક સહીત વ્યક્તિઓ પર કાયદેસરણીયુ કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ માનવમિત્રમાં આ અંગે અહેવાલ પણ આવ્યો હતો. દારૂ સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં રોજબરોજ પકડાયો હોય છે પીવાવાળાની સંખ્યામાં પણ તોતીંગ વધારો જોવા મળ્યો છે. દારૂ ન મળે તો આખરે રોડ, રસ્તા ઉપર ખાંસીની બોટલો એક નહીં અનેક રોડ પર જોવા મળે છે. જેમાં આલ્કોહોલ હોવાનું પ્રમાણ હોવાથી લોકો તેમાં પણ વ્યસન જોઈ ગયા છે. ત્યારે હુક્કાની અનેક ફ્લેવર્સમાં નિકોટીન ઉપરાંત દેશી દારૂ બનાવવા વપરાતાં મોલાસીસનું મિશ્રણ હોવાની વિગતો પણ પ્રાપ્ત થયેલ છે.

મિત્રો સાથે નિર્દોષ આનંદ માટે પીવામાં આવતાં હુક્કાની વિદેશની નેચરલ ફ્લેવર્સ હોવાનું મોટાભાગનું લોકોનું માનવું છે પણ એવો ચોકાવાનારો ખુલાસો પણ થયો છે કે વિદેશી ફ્લેવર્સ સાથે ભારતમાં બનતી ફ્લેવર્ડ મોલાસીસ ટોબેકો પણ ભેળવવામાં આવે છે. લાખો રૂપિયાના રોકાણ કરી ચાલી રહેવા હુક્કાબાર સામે અનેક મોટા માથાઓ ભલામણ કરી રહ્યા છે ત્યારે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી યુવાધનને હુક્કાબારના આક્રમણથી કેટલા અંશે બચાવી શકશે તેવો સવાલ પુછાઈ રહ્યો છે. પાટનગરમાં ખાનગીમાં હુક્કાબારનું ભારે ચલણ વધી રહ્યું છે.