loader

Breaking News


Home > Gujarat > મનપાનાં બજેટમાં સ્થાઈ સમિતિનાં પ્રજાલક્ષી સુધારા સાથે મોહર, મનુભાઈની મોટર ચાલી પોમ પોમ પોમ


Foto

મનપાનાં બજેટમાં સ્થાઈ સમિતિનાં પ્રજાલક્ષી સુધારા સાથે મોહર, મનુભાઈની મોટર ચાલી પોમ પોમ પોમ

Feb. 3, 2018, 4:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલિકાનું આજે બજેટ મંજુર થયું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનરના બજેટમાં સ્થાયી સમિતિએ રેવન્યુ ખર્ચમાં સાડા પાંચ કરોડનો ઘટાડો કર્યોછે ઉપરોક્ત ફેરફારથી વધેલા નાણાં શહેરનાં વિકાસ કામોમાં વાપરવાનો સ્થાયી સમિતિએ નિર્ણય લીધો છે આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે કર અને સફાઈ અંગે જે ભલામણ કરી હતી તેમાં ક્ષેત્રફળ મર્યાદા સો ચોરસ મીટરની જગ્યાએ 150 ચોરસ મીટર કરી 50% સ્લેબ વધારીને આશરે 40, 000 કરદાતાઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

આ ઉપરાંત પછાત અને ગ્રામ્ય સુવિધાઓ પાછળ ગત વર્ષનાં બજેટ ખર્ચના બે બે કરોડનો વધારો કરીને કુલ આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં કર અને ડરનાં વધારાને કારણે આવનાર ચાર કરોડ જેટલી રકમ જાવક તરીકે મુખ્યત્વે ગામડા અને પછાત વિસ્તારોમાં વાપરવા આવશે. જે સંસ્થાઓ કચરાનો જાતે નિકાલ કરતી હોય તેઓને વેસ્ટ કલેક્શન ચાર્જમાં ૫૦ ટકા રીબેટ આપવાનો પણ સ્થાઈ સમિતિએ નિર્ણય કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરે વધુ વેરા નાખવાની પ્રયુક્તિ અજમાવી હતી પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુભાઈએ ઘટાડા સાથે મંજુરીની મોહર મારી હતી. ઉલ્લખનીય છે કે કમિશ્નરનું બજેટ પ્રજાની તિજોરીમાંથી પૈસા ખંખેરી લેવાનું હતું પણ તેમાં મનુભાઈ અને સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડો કરીને પ્રજાને રાહત સાથેનું બજેટ આપવાનો પ્રયત્ન કરીને મંજુર કર્યું હતું.