loader

Breaking News


Home > Gujarat > મનપાની ચોર પોલીસની રમત, ગાયો પાલીકાની આૅફિસમાં બિંદાસ્ત ચરે છે


Foto

મનપાની ચોર પોલીસની રમત, ગાયો પાલીકાની આૅફિસમાં બિંદાસ્ત ચરે છે

June 25, 2018, 4:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ગાંધીનગર મહાનગરપાલીકા બન્યા બાદ કરોડોની ગ્રાન્ટ આવવા છતાં કામના નામે મીંડુ હોય તેમ આલીયો, માલીયો, જમાલીયો ચરી જાયતેવી પરિસ્થિતિ છે. મોટા કામો કર્યાની મોટી ડંફાસો સામે કામ કરવાની કોઈ રીત નીતિ નથી ત્યારે પાટનગરમાં મુખ્ય માર્ગોથી લઈને તમામ સરકારી કચેરીઓ, હોસ્પિટલ ખાતે ખુલ્લા મેદાનમાં ગાયો બિન્દસ્ત ચરી રહી છે.

શહેરને સ્વચ્છ, અને ગ્રીનેરી બનાવવા દરેક કચેરીઓના ખુલ્લા મેદાનમાં ગ્રીનેરી ઘાસ પણ પાથરીને માવજત કરવામાં આવે છે ત્યારે આ ઘાસ રોજબરોજ ગાયો ચરી જાય છે. ત્યારે પાલીકાથી લઈને તમામ કચેરીઓ મુખ્ય ગેટ પાસે સીક્યુરીટી તૈનાત હોવા છતાં ગાયો અંદર કરઈ રીતે આપી તે યથાર્થ પ્રશ્ન છે. ગુજરાતના પાટનગરમાં હવે વિભાગોમાં વહેંચા ગયું છે. જેનું ગાંધીનગર અને નવુ ગાંધીનગર ત્યારે જુના ગાંધીનગરમાં શાહપુર ચોકડીથી લઈને રીલાયન્સ ચોકડી અને ચ-૭ થી લઈને ઘ-૭ અને એરોપ્લેન સર્કલથી લઈને જીઈબી સુધી ગાં. મનપાની અંદરમાં આટલા વિસ્તારો આવે છે. ત્યારે ૧ થી ૩૦ સેક્ટરનું સંચાલન કરતી ગાં.મનપા જે પહેલાં નોટી ફાઈડ એરીયા નાના બજેટમાં કામ કરતી હતી તેના કરતાં ૨૫ ગણું બજેટ વધારે હોવા છતાં કામના નામે મીંડુ છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાય, સિવિલ હોસ્પિટલ, મુખ્ય માર્ગો ઉપર ગાયો જાહેરમાં ચરી રહી છે. ત્યારે હવે તો બધે ચરવા દે તો પણ ગાં.મનપાનું મેદાન શું કામ બાકાત રહે ત્યારે ગાં.મનપાની જ્યાં કમિશનથી લઈને સત્તાઘીશો બેસે છે ત્યાં ખુલ્લા મેદાનમાં ગાય આવીને મસ્ત ચરી રહી છે. ત્યારે સિક્યુટીરી કંપનીના માણસો શોભાના ગાંઠીયા સમાન હોય તેવું લાગી રહ્યું છે.

લાખોની ગ્રાન્ટ આ સિક્યુરીટી કંપનીઓ પાછળ ખર્ચ કરવા છથાં જિલ્લા પંયાત, સિવિલ હોÂસ્પટલમાં તતા ગાં.મનપાના મેદાનમાં ગાય ઘુસ મારીને ચરી જતી હોય તો રોજબરોજ અકલા, બકલા, બકલા, જગલા કેટલા ચરી જતા હશે ? તે યથાર્થ પ્રશ્ન છે. ગુજરાતનું કહેવાતું પાટનગર ગ્રીનેરી સીટી, ગ્રીન સીટીનું બિરુદ હવે ભુસાવા માંડ્યું છે. ત્યારે ગાં.મનપા દ્વારા લાખો રૂપિયા ખર્ચીને ઢોર પકડવાની જે વ્યવસ્થા કરેલ છે તે ચોર પોલીસની રમત બરાબર છે. અને ચલકચલાણું રમાતું હોય તેમ ટીમ જ્યારે નીકળે ત્યારે પહેલાંથઈ જ જાણ કરી દેવાની એટલે કોઈ ગાયો દેખાય નહીં. બાકી એકાદ માલીક વગરની પરતી ગાય દેખી જાય તો આવવાની આજે પણ દબાણનામે દબાણઓ હટાવવામાં આવે છે તે પાછા સાંજે એજ જગ્યાએ આવીને ્‌ડીંગો જમાવી દે ચે. જે કડક કાર્યવાહી થવી જાઈએ તે થતી નથઈ દબાણકારો પણ બેફામ બનીયા હોય તેમ ગાં.મનપાની ટીમને ગાંઠતા પણ નથી ત્યારે શું પ્રજા જે ટેક્સ ભરે છે સવલતો માટે તો શું ગાયોના સીંગડા ખાવા ? કે પછી આ ગ્રીનેરી સીટીને સુકુંભઠ્ઠ શહેર બનાવવા માટે ત્યારે આજે સૌથી પ્રતમ ટેક્સ વસાહતીઓ ભરે છે. અને તેમને જાઈએ તે સગવડો આજે પણ મળતી નથી ત્યારે રોડ, રસ્તા અને સરકારી કચેરીમાં જાહેરમાં ચરતા ઢોરો સામે ગાં.મનપાની કામગીરી કેવી છે તે ઘણું બધું જ કહી જાય છે. હા, જવાબદારી જે તે કચેરીઓની અંદર ઢોરો ચરી રહ્યા છે તે સિક્યુટીરી તથા તે એજન્સીની સો ટકા જવાબદારી છે. ત્યારે બોડી બંબા ભાઈનું ખેતર હોય તેમ લોકો ચરી જાય છે અને ચરવા દે છે. એજન્સી સામે કડંક કાર્યવાહી કરવી જાઈએ જે ઢોરો એટલે મુંગુ પ્રાણી આૅફિસોના મેદાનમાં ઘુસ મારી શકતું હોય તો કાલે કોઈ અસામાજીક તત્વો ત્રાસવાદી ઘુસી જશે તો જવાબદારી કોની ?