loader

Breaking News


Home > Health > દવાઓનાં અતિરેકથી માણસનું મૌત પણ થઇ શકે છે, જાણો કોણ બન્યા છે શિકાર


Foto

દવાઓનાં અતિરેકથી માણસનું મૌત પણ થઇ શકે છે, જાણો કોણ બન્યા છે શિકાર

June 6, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કહેવાય છે કે દવાઓ રોગ મુક્ત બનવા માટે હોય છે. સ્વાસ્થ્ય સુધારવા માટે હોય છે પણ એ જ દવાઓ માણસનાં માટે મોતનું કારણ બનતી હોય તેવા ઘણા કિસ્સાઓ જાણવામાં આવ્યા છે. ઉપરોક્ત ગાયક ઇલ્વીસ પ્રીસ્ટલી ઉપરાંત ૩૬ વર્ષીય મેરીલીન મનરો, ૩૨ વર્ષીય બ્રુસલી, ૫૬ વર્ષીય અભિનેત્રી પરવીન બાબી સહિત ઘણી વ્યક્તિઓ દવાઓનાં અતિરેકને કારણે મરણ શરણ થઇ ગઇ હતી.
વિશ્વ પ્રસિધ્ધ અભિનેત્રી મેરીલીન મનરોનું મૃત્યુ પણ દવાઓનાં અતિરેક કારણે થયું હોન્વાનું બહાર આવ્યું હતું. અતિશય સ્વરૂપવાન મેરીલીન મનરોએ તેના આકર્ષક દેહલાલિત્ય અને સાંદર્ય માટે લોકો આજે પણ યાદ કરે છે. આટલા વર્ષે પણ સુંદરતામાં તેની તોલે કોઇ અભિનેત્રી આવી નથી. એ ૩૬ વર્ષની ઉંમરે ભર જુવાની માં મોતને ભેટી હતી. કેલિફોર્નિયા બ્રેન્ટવૂડનાં ઘરનાં બેડરૂમમાં એ મૃતાવસ્થામાં મળી આવી હતી. યુનીકા મુરે નામની તેની કામવાળીએ વર્ષ ૧૯૬૨નાં ઓગષ્ટની પાંચમી તારીખ તેને મૃત્યુ પામેલી જાતાં તેણે ભારે આઘાત અનુભવ્યો હતો. જો કે મેરીલીન મનરોનું મોત આજની તારીખ સુધી રહસ્ય ઉકેલવાનાં પ્રયત્નો કરતાં કેટલાક પુસ્તકો પણ એના વિષે લખાયાં છે. જો કે લોસએન્જીલસનાં ડોક્ટરોએ દવાઓનાં અતિરેકને કારણે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પ્રસિધ્ધ ગાયક કલાકાર માઇકલ જેક્સન દર્દશામક દવાઓનાં અતિરેકને કારણે મોતને ઘાટ ઉતરી ગયો હતો. આવી જ રીતે કુંગફુ કરાટેનાં બેતાજ બાદશાહ અભિનેતા બ્રુસલીનું મોત પણ દવાઓનાં કારણે થયું હોવાનું જણાવામાં આવ્યું હતું. માત્ર ૩૨ વર્ષની ઉંમરે જ તે મોતનો કોળીઓ બની ગયો હતો. બ્રુસલીનાં અણધાર્યા મોતનાં કારણમાં ડોક્ટરે લખી આપેલી દર્દશામક દવાઓ જવાબદાર હોવાનં જણાવવામાં આવ્યું હતું તેને બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું તે જે દર્દશામક દવાઓ લેતો હતો. એ ટેબલેટ દવાની આડ અસરને કારણે એને પીઠમાં ઇન્જ્યુરી થઇ હતી. જો કે તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની એક થીએરી પણ અટકળમાં હતી.

હિન્દી ચલચિત્ર જગતની ગુજરાતી અભિનેત્રી પરવીન બાબી પણ દવાઓનાં અતિરેકનો ભોગ બની હોવાનું જણાવવામાં આવ્યું હતું મૂળ તે સૌરાષ્ટનાં જૂનાગઢનાં બાબી પરિવારમાં જન્મેલી પરવીન અમદાવાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે સાયકલ ઉપર કોલેજ જતી હતી. ઘણા અમદાવાદીઓ તેને મીઠાખળીનાં ગરનાળાનાં રસ્તે કોલેજ જતી જોઇને નિસાસા નાખ્યા કરતા હતા! યુવાકાળ થી જ આકર્ષક સૌંદર્ય ધરાવતી પરવીન બાબી એ સમયે લાલ દરવાજા ખાતે આવેલી “બાંકુરા”નામની હોટેલનાં ખૂણામાં બેસી રહીને સમય પસાર કરતી પણ જોવા મળતી. વર્ષ ૧૯૪૯નાં એપ્રિલની ૪ તારીખે જન્મેલી અને વર્ષ ૧૯૭૫માં “ચરિત્ર”નામની ફિલ્મમાં ચમકેલી પરવીન બાબીએ તેના સમયનાં લગભગ તમામ અભિનેતાઓ અને દિગ્દર્શકોની સાથે કામ કરેલું તેણે કરેલી ફિલ્મોમાં મજબુર, અમર અકબર એન્થેની, દીવાર, કાલા પથ્થર, ક્રાંતિ, કાલિયા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે આટલી નોંધપાત્ર સિધ્ધીઓ હાંસલ કરવા છતાં પરવીન બાબીએ મનની શાંતી મળી નહોતી. આખરે પરવિન બાબી પોતાના મુંબઇ સ્થિત ફેલ્ટમાં વર્ષ ૨૦૦૫નાં જાન્યુઆરીની ૨૨ મી તારીખે મૃત્યુ પામેલી હાલાતમાં મળી આવી હતી. તે ડાયાબીટીસથી પીડાતી હતી અને દવાઓનાં અતિરેકથી તે મૃત્યુ પામી હતી, તેવું જણાવવામાં આવ્યું હતું. દવાઓના અતિરેકથી મૃત્યુ પામનાર અન્ય કલાકારમાં ગીટારવાદક જીમી, અભિનેત્રીઓ ડોરોથી, ડાના, મોડેલ મિસ મારગોક્સ, ગીટાર વાદક સ્ટીવ મોડેલ અભિનેતા ક્રીસ પેન, ગેરાલ્ડ, અને હીથલેઝર વગેરેનો સમાવેશ થાય છે.