loader

Breaking News


Home > Gujarat > માણસા પાસ સમિતિએ થાળી વેલણ વગાડી જીવાભાઈ પટેલનો કરાયો વિરોધ, હાર્દિકને આપ્યું સમર્થન


Foto

માણસા પાસ સમિતિએ થાળી વેલણ વગાડી જીવાભાઈ પટેલનો કરાયો વિરોધ, હાર્દિકને આપ્યું સમર્થન

Sept. 5, 2018, 10:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, માણસા : રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન તેજ ગતિથી આગળ વધી રહ્યું છે ત્યારે માણસા પાસ સમિતિ દ્વારા પણ થાળી વેલણ વગાડીને સરકારનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ માણસા પાસ સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ અને રામધૂન પણ યોજવામાં આવી હતી. માણસા પાસ સમિતિ હાર્દિક પટેલના સમર્થનમાં એક પછી એક પછી કાર્યક્રમ આપી રહી છે ત્યારે હવે ભાજપ સરકારની ઊંઘ પણ ઉડી ગઈ છે.

ગઈકાલે કોંગ્રેસમાં રહેલા પાટીદાર નેતા જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ જતા માણસા પાસે થાળી વેલણ વગાડી જીવ પટેલનો ભારે વિરોધ કર્યો હતો. માણસાના ઇટાદરા, ચરાડા, ચંદ્રાલા વગેરે ગામના પાટીદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે હાર્દિક પટેલને શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા મળ્યા હતા.

શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ તો હાર્દિક પટેલને લઈને ગંભીર છે પરંતુ ભાજપ સરકાર ગંભીર નથી લાગી રહી. અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ થઇ શકે છે તો ગુજરાતમાં કેમ નથી ખેડૂતોનું દેવું માફ નથી થતું. તેઓએ સરકારને અપીલ કરી હતી કે હવે વધુ અન્યાય ના કરો અને અનશનને ખતમ કરાવો.