loader

Breaking News


Home > National > માનસરોવર યાત્રા : એક દિવસમાં 46 કિમિ ચાલ્યાં રાહુલ ગાંધી, શેયર કરી ઇમેજ


Foto

માનસરોવર યાત્રા : એક દિવસમાં 46 કિમિ ચાલ્યાં રાહુલ ગાંધી, શેયર કરી ઇમેજ

Sept. 7, 2018, 2:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં હાલ ઘણા સક્રિય નજરે આવી રહ્યા છે. તેઓ સતત પોતાની યાત્રાની માહિતી આપીને કૈલાશ પર્વત અને સરોવરની તસ્વીરો શેયર કરી રહયા છે. જો કે ટ્વિટર પર લોકોએ રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાની સચ્ચાઈ પર સવાલ ઉઠાવવા લાગ્યાં હતા. લોકોનું માનવું છે કે જો રાહુલ ગાંધી માનસરોવર જ ગયા છે તો તેઓ ફક્ત પહાડ અને સરોવરની તસ્વીર કેમ શેયર કરી રહ્યા છે તેઓ ખુદનો ફોટો પણ શેયર કરવો જોઈએ.

જો કે વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા રાહુલ ગાંધીએ આજે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આ યાત્રા દરમિયાન પ્રથમ વખત પોતાની તસ્વીર અને વિડિઓ અપલોડ કર્યો છે. આ ફોટામાં હંમેશા સફેદ કુર્તામાં નજરે આવનાર રાહુલ ગાંધી જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં દેખાઈ રહયા છે. આ ઉપરાંત કોંગ્રેસે રાહુલ ગાંધીની તસ્વીર ઉપરાંત તેઓ કેટલા પગલાં ચાલ્યા, કેટલા કિલોમીટરની યત્ર કરી તેની વિગતો પણ શેયર કરી છે.