loader

Breaking News


Home > Gujarat > મનસુખ માંડવિયાએ મુખ્યમંત્રી બનવાની વાતને આપ્યો રદિયો


Foto

મનસુખ માંડવિયાએ મુખ્યમંત્રી બનવાની વાતને આપ્યો રદિયો

June 1, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જનતા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, હુ મુખ્યમંત્રીની રેસમાં નથી. મારા મુખ્યમંત્રી બનવાની વાતમાં કોઇ તથ્ય નથી. બીજી તરફ તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને બદલવાની અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવતા કહ્યુ કે, લોકોએ અફવાઓથી દૂર રહેવુ જોઇએ.છેલ્લા કેટલાય સમયથી અફવાઓનું વાવાઝોડું ઝડપથી ફેલાઇ રહ્યુ છે. આ અફવાનાં વાવાઝોડાંથી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વિહોણા રહી શક્યા નથી. જેમાં સીએમ રૂપાણીને બદલી કોઇ અન્ય જેવી અફવાઓ તરફ લોકોનું ધ્યાન વધુ ખેચાયુ છે. જો કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે આ અફવાઓનું ખંડન કર્યુ છે અને લોકોને આ અફવાઓ પર ધ્યાન ન દેવુ જોઇએ તે પ્રકારનું નિવેદન પણ આપ્યું છે.