loader

Breaking News


Home > Gujarat > શહેરનાં ઘણા વિસ્તારમાં હવે પાણીને લઇને થઇ રહી છે ફરિયાદ


Foto

શહેરનાં ઘણા વિસ્તારમાં હવે પાણીને લઇને થઇ રહી છે ફરિયાદ

Sept. 5, 2018, 1:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરનાં પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે જોડાણની કામગીરીમાં વાલ્વનાં સેટિંગમાં સમસ્યા સર્જાતાં પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં પાણીની બૂમ ઊઠી છે. હજુ થોડા દિવસ આ બંને ઝોનનાં લોકોને ઓછો વધતો પાણી કાપ સહેવો પડશે. ત્યારે હવે વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતનાં નવા પશ્ચિમ ઝોનમાં પાણીનો કકળાટ સર્જાયો છે.



પકવાન ચાર રસ્તા પાસેની મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારોમાં પાણીની બૂમ ઉઠી હતી, જેને લઇ સ્થાનીક રહીશો અકળાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કોતરપુર ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સ લાઈન સાથે ફ્રેન્ચવેલની પાઈપલાઈન સાથેની જોડાણની કામગીરીમાં તંત્ર અણધડ પુરવાર થયું છે. ખરેખર તો ગયા બુધવાર સુધીમાં આ કામગીરી આટોપી લઈને નાગરિકોને રાબેતા મુજબનો પાણીનો પુરવઠો પૂરો પાડવાનો હતો, પરંતુ હજુ પણ પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનના લોકો અપૂરતાં પાણીથી પરેશાન છે. બીજી તરફ પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોન બાદ હવે નવા પશ્ચિમ ઝોનનો પાણીના કકળાટના મામલે વારો આવ્યો છે. આ ઝોનના વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં નાગરિકો સવારથી પાણીના ઓછા પ્રેશરથી પરેશાન છે.