loader

Breaking News


Home > Gujarat > મગફળીના ગોડાઉનમાં સતત આગની ઘટનાથી અનેક શંકા


Foto

મગફળીના ગોડાઉનમાં સતત આગની ઘટનાથી અનેક શંકા

May 9, 2018, 5:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજકોટ જિલ્લાની કોટડા સાંગાણી તાલુકાના સાપર- વેરાવળમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રી નામના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ મગફળીના જંગી જથ્થાને નુકસાન થયું છે. ૩.૭૫ કરોડની મગફળી ભરેલી ૨૮૦૦૦થી વધુ બોરી ખાખ થઇ ગયા બાદ આ મામલામાં પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

મગફળીના ગોડાઉનમાં જ સતત આગ કેમ લાગી રહી છે તેવા પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉઠાવીને તપાસની માંગ કરવામાં આવી છે. કાવતરું છે કે પછી કોઇ ઘટના છે તેને લઇને તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દેવામાં આવી છે. આગની વધુ એક ઘટના જેમાં ૨૮૦૦૦ મગફળીની બોરી નષ્ટ થઇ ગઇ છે જેની કિંમત આશરે ૫ કરોડની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગોંડલ તાલુકામાં બનેલી આ ઘટના બાદ રાજકોટ ગ્રામિણ પોલીસે મામલામાં તપાસ કરવા ત્રણ જુદી જુદી ટીમો બનાવી છે. ષડયંત્ર છે કે પછી કોઇ આગની ઘટના હાદસા તરીકે છે તેમાં તપાસ શરૂ થઇ ચુકી છે. આ પહેલા બીજી જાન્યુઆરીના દિવસે ગાંધીધામ, ૩૦મી જાન્યુઆરીના દિવસે ગોંડલ, ૧૩ માર્ચના દિવસે રાજકોટ અને ૧૯મી એપ્રિલના દિવસે હાપામાં આ રીતે જ આગની ઘટનાઓ બની હતી.