loader

Breaking News


Home > National > મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા કોંગ્રેસે ટિકિટ વહેંચણીમાં અપનાવ્યો આ માસ્ટરપ્લાન


Foto

મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા કોંગ્રેસે ટિકિટ વહેંચણીમાં અપનાવ્યો આ માસ્ટરપ્લાન

Nov. 7, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભોપાલ : દોઢ દશકના સત્તાના વનવાસને ખતમ કરવા માટેના પ્રયાસમાં કોગ્રેસે આ વખતે જોરદાર તૈયારી કરી છે. કોંગ્રેસ પાર્ટીએ સત્તા કબજે કરવા માટે આ વખતે નવા અને જુના ચહેરા પર દાવ રમ્યો છે. એટલે કે કોંગ્રેસ પાર્ટીએ અનુભવી અને ઉર્જાની સાથે સાથે તે પોતાના ચૂંટણી રથ પર સવાર થઇને વિજય મેળવી લેવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી ૧૭૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ૧૬ ઉમેદવારોની બીજી યાદીમાં પાંચ ધારાસભ્યોને ફરી તક આપવામાં આવી છે. હજુ સુધી ૫૪ ધારાસભ્યો પૈકી ૫૧ને ફરી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. બાકી ૫૯ સીટ પર ઉમેદવારોના નામ હજુ જાહેર કરવાના બાકી છે. જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોની સીટો પણ સામેલ છે.

ભાજપ દ્વારા હજુ સુધી ૧૯૩ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના હજુ સુધી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં રાજકીય અનુભવની સાથે સાથે યુવાનોને પણ મહત્વ આપવામાં આવ્યુ છે. ૧૭૧ ઉમેદવારો પૈકી ૪૮ એવા ઉમેદવારો છે જે છેલ્લી ચૂંટણીમાં હારી ગયા હતા. જા કે કોંગ્રેસે આ તમામ પર ફરી દાવ રમ્યો છે. સર્વેના આધાર પર ટિકિટ વહેંચવા માટેનો દાવો કરનાર કોંગ્રેસને આ ઉમેદવારો જીતી જશે તેમ લાગે છે. કોંગ્રેસને લાગે છે કે છેલ્લી ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખી ચુકેલા ઉમેદવારો જ પાર્ટીને જીત અપાવશે.