loader

Breaking News


Home > Gujarat > ' ગણિત ખોટું પડયું ' SSC માં અઘરું પેપર પુછાતાં વિદ્યાર્થીઓ - વાલીઓમાં રોષ


Foto

' ગણિત ખોટું પડયું ' SSC માં અઘરું પેપર પુછાતાં વિદ્યાર્થીઓ - વાલીઓમાં રોષ

March 21, 2018, 10:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્ય સરકાર એકબાજુ ભાર વગરનાં ભણતરની વાત કરે છે ત્યારે ગઈકાલે ધોરણ ૧૦ નું ગણિતનું પેપર એટલું બધું અઘરું પુછાયું હતું કે વિદ્યાર્થીઓ પાસ થાય તે પણ સારું છે. ભાર વગરનાં શિક્ષાની મોટી મોટી વાતો વચ્ચે કોર્સ બહારનું તેમજ CBSC નું પુછાતા વિદ્યાર્થીઓ તો ઠીક પરંતુ શિક્ષકો પણ આ પેપર સોલ્વ કરી શક્યા નહોતા.

આ મુદ્દે હવે જોવાનું એ રહે છે કે ધોરણ ૧૦ નું રીઝલ્ટ આવતા ગણિત વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવવું એ અલગ વાત છે પણ પોતાની ઉંચી બુદ્ધિમતા સાબિત કરવા માટે અઘરું પેપર સેટ કરવા માંગતા શિક્ષકો વિધાર્થીઓનું મોરલ ડાઉન કરી નાંખે છે. ધોરણ ૧૦ ની પરીક્ષાથી વિદ્યાથીઓનું ઘડતર નથી થઇ જવાનું એ વાત સમજી લેવી પડશે. ધોઅર્ણ ૧૦ પછી પણ ઘણી બધી પરીક્ષાઓ આવશે તેમજ શીખવાનું અને ભણવાનું પણ આવશે.

છેલ્લા ઘણા વર્ષોથી ધોરણ ૧૦ માં નાપાસ થનાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને પોતાની ફૂલ જેવી જિંદગીને મૂરઝાવી દીધી છે ત્યારે પરીક્ષાઓમાં આવા અઘરા પેપર કાઢીને શું સાબિત કરવા માંગે છે તે સમજાઈ નથી રહ્યું તેમજ સરકારે આ અંગે વિચારવું જોઈએ તેમ લોકમત પ્રગટ થયો છે. વધુમાં શિક્ષણ મંત્રી ખુદ કેટલું ભણ્યા છે તેની જાણ નથી ત્યારે જેને ભણાવવાનું છે, જે વિધાર્થીની મનોસ્થિતિ જાણી શકે છે તે શિક્ષકોએ સમજીને હવે આવા અઘરા પેપર કાઢવા ના જોઈએ કે જેથી વિદ્યાર્થીઓનું મનોબળ ઓછું થાય.