loader

Breaking News


Home > Gujarat > મોબાઇલનું આગમન થતા ટેલીફોનનાં જોડાણમાં આવ્યો મહત્તમ ઘટાડો


Foto

મોબાઇલનું આગમન થતા ટેલીફોનનાં જોડાણમાં આવ્યો મહત્તમ ઘટાડો

May 10, 2018, 12:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં એક સમયે લેન્ડ લાઈન ટેલિફોનના જોડાણોની સંખ્યા ૨૬.૫૫ લાખ કરતાં વધુની હતી પરંતુ મોબાઈલ સેલ્યુલર ફોનનાં આગમનથી આ જાડાણોની સંખ્યા ઘટતાં ઘટતાં ઓક્ટોબર ૨૦૧૨ સુધીમાં ૧૬.૯૩ લાખ થઇ ગઇ. એટલે કે ૧૦ લાખ જોડાણો સમગ્ર ગુજરાતમાં ઘટી ગયા છે. બીજી તરફ મોબાઈલ ફોનની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં ૧૯૮૧માં ટેલિફોન જોડાણની સંખ્યા ૧,૯૮,૮૭૯ હતી. ૧૯૯૧માં એટલે કે ૧૦ વર્ષમાં સંખ્યા વધી ૪,૫૩,૧૧૪ ઉપર પહોંચી હતી. ત્યાર પછીના દસકામાં ૨૦૦૧માં ટેલિફોન જોડાણોની સંખ્યામાં વધારો થયો અને ૨૩,૯૮,૬૯૧ ટેલિફોન જોડાણો હતાં. ૧૯૯૬-૯૭માં ગુજરાતમાં પણ મોબાઈલ ફોનનું આગમન થયું હતું. ૨૦૦૮માં એટલે કે મોબાઈલ ફોન આવ્યા બાદ તે ગુજરાતમાં ૨૬,૫૫,૫૧૯ ટેલિફોન જોડાણો હતાં. ૨૦૦૬માં ગુજરાતમાં મોબાઈલ ફોન કે જે મૂળતઃ સેલ્યુલર ફોન તરીકે ઓળખાય છે. તેના આગમન સાથે ૨૦૦૭માં લેન્ડલાઈન ટેલિફોન જોડાણોની સંખ્યા ૨૪,૮૪,૭૫૮ થઈ હતી. ૨૦૦૮માં તેમાં ઘટાડો નોંધાયો અને ૨૩,૧૩,૫૦૯ જોડાણો રહ્યા.



બીજી તરફ મોબાઈલ ફોનના દરમાં જેમ જેમ ઘટાડો થતો ગયો તેમ તેમ ટેલિફોન જોડાણોની સંખ્યામાં પણ ઘટાડો થતો ગયો. સત્તાવાર રીતે અપાયેલી માહિતી અનુસાર ૨૦૦૯માં લેન્ડલાઈન ટેલિફોન જોડાણોની સંખ્યા ઘટીને ૨૧,૮૬,૬૯૫ ૨૦૧૦માં ૨૧,૮૨,૬૭૬, ૨૦૧૧માં ૧૯,૯૯,૭૬૩ અને ૨૦૧૨માં ઓક્ટોબર સુધીમાં ૧૬,૯૩,૨૨૩ જોડાણો રહ્યા છે. એનડીએના શાસનમાં લેન્ડલાઈન ટેલિફોનના દરમાં અને વાતચીતની મર્યાદા ત્રણ મિનિટ કરવામાં આવી હતી. ત્રણ મિનિટ બાદ તેમાં વધુ ચાર્જ લેવાનું શરૂ થયું હતું. પરિણામે તેજ વખતથી ટેલિફોનના આ જોડાણો પરત આપવાની કામગીરી શરૂ થઈ હતી. ૨૦૦૬માં મોબાઈલ યુગના આગમનથી ટેલિફોનનાં આ ડબલાનું મૂલ્ય સતત ઘટતું રહ્યું છે.

દરમિયાનમાં સૂત્રોએ જણાવ્યું હતું કે એક સમયે આ ટેલિફોન જોડાણ મેળવવા માટે પ્રતિજ્ઞા યાદીમાં રાહ જોવી પડતી હતી. કોઈ સંસદ સભ્યના વીઆઈપી ક્વોટામાંથી જોડાણ મેળવવું પડતું હતું. અને ચાલી, મહોલ્લો કે સોસાયટીમાં જેના ઘરે ટેલિફોન હોય તે મોભાદાર ગણાતો હતો. પરંતુ મોબાઈલ ફોનનાં આગમન અને જેમ જેમ મોબાઈલ ફોનનાં દર ઘટતાં ગયા તેમ તેમ પરંપરાગત ટેલિફોન જોડાણો ઘટતા ગયા હતાં. અત્રે એ પણ રસપ્રદ કહી શકાય કે ગુજરાતમાં જ્યારે નવા નવા મોબાઈલ ફોન આવ્યા ત્યારે એક મીનીટનો દર ૧૮ રૂપિયા હતાં. અને ઈનકમિંગનાં ચાર્જીસ પણ લેવાતા હતાં. ઘણીવાર મોબાઈલ ફોન ધારકો ઈનકમિંગ કોલ ટાળતાં હતાં પરંતુ એક સેકેન્ડનો ૧ પૈસો અને ૧ પૈસામાં ૨ સેકન્ડ વાતચીતના સાવ સામાન્ય દર અમલમાં આવ્યા બાદ તથા રીલાયન્સ કંપની દ્વારા ૫૦૦ રૂપિયામાં મોબાઈલની સ્કીમ જાહેર કરાઈ તે પછીથી મોબાઈલ ફોન પ્રત્યેનો મોહ વધતો ગયો હતો. જે આજે પણ યથાવત દેખાઇ રહ્યો છે.