loader

Breaking News


Home > National > માયાવતી બિજનોર અથવા આંબેડકરનગરથી લડી શકે છે લોકસભા ચુંટણી


Foto

માયાવતી બિજનોર અથવા આંબેડકરનગરથી લડી શકે છે લોકસભા ચુંટણી

July 12, 2018, 1:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : જો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીનું ગઠબંધન થઇ ગયું તો માયાવતી પોતાના જુના ક્ષેત્ર બિજનોર અથવા આંબેડકરનગરથી લોકસભા ચુંટણી લડી શકે છે. જો કે સુત્રોનું કહેવું છે કે આ બધું બંને પક્ષોના ગઠબંધન બનવા પર નિર્ભર કરે છે. ઉલ્લેખનીય છે કે ૧૯૮૯ માં માયાવતીએ બિજનોરથી ચુંટણી લડીને સંસદ સુધી પહોંચ્યા હતા. દલિત - મુસ્લિમ સમીકરણને કારણે માયાવતી આ બેઠક પરથી જીત્યા હતા અને આ બેઠક પારંપરિક રીતે બસપાની માનવામાં આવે છે. માયાવતી આ રીતે આંબેડકરનગરથી પણ દલિત - મુસ્લિમ એકતાને કારણે ચુંટણી જીતી શક્યા છે.

વિધાનસભા ચુંટણી ૨૦૧૨ અને લોકસભા ચુંટણી ૨૦૧૪ માં બસપાને મળેલ હારથી પાર્ટી સમર્થકો માં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ વખતે માયાવતી પોતાના સમર્થકોનો ઉત્સાહ વધારવા માટે ખુદ ચુંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ માં તેઓ લોકસભા સાંસદ અને રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે પરંતુ ગયા વર્ષે તેમણે રાજીનામું આપી દીધું હતું.