loader

Breaking News


Home > Health > માનસિક અને શારીરિક મજબુતી મેળવવા કરો મેડિટેશન


Foto

માનસિક અને શારીરિક મજબુતી મેળવવા કરો મેડિટેશન

May 30, 2018, 12:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એક રસપ્રદ અભ્યાસમાં ફરી દાવો કરવામાં આવ્યો છે કે મેડિટેશનનાં કારણે માનસિક રીતે અને શારિરીક રીતે મજબુતી મળે છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શારિરીક અને માનસિક આરોગ્યની સ્થિતિને સુધારવામાં મેડિટેશન અને યોગની મહત્વપૂર્ણ ભુમિકા રહેલી છે.




અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં ભાગદોડની લાઈફમાં સમય ખૂબ ઓછો મળે છે. સમય ઓછો મળવાના કારણે કોઈપણ પ્રકારની આરોગ્યને જાળવવવા માટેની પ્રવૃતિ હાથ ધરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં શરીર માનસિક અને શારિરીક રીતે બિન અસરકારક અને કમજોર બને છે. મેડિટેશન ઉપર રહેલા હજારો લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેડિટેશનની તમામ વર્ગનાં વય ઉપર સારી અસર થાય છે. ઓછામાં ઓછા બે વર્ષ સુધી મેડિટેશન કરનાર લોકોને ખુબ ફાયદો મળે છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે અભ્યાસનાં તારણોને ટાંકીને આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. માનસિક શાંતિમાં પણ આની ભુમિકા રહેલી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન્ટર ફોર માઇન્ડ એન્ડ બ્રેનનાં અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે મેડિટેશન વયોવૃદ્ધ થવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે. ત્રણ મહિનાની મેડિટેશન ઉપર રહેલા લોકો એવા તત્વોને મજબુત કરે છે જે વય વધવાથી સેલને રક્ષણ આપવામાં ભુમિકા ભજવે છે. હાર્ડવર્ડ મેડિકલ સ્કુલમાં સંશોધકોએ જણાવ્યું છે કે લાંબા ગાળા સુધી મેડિટેશન ઉપર રહેનાર લોકો વધુ સક્રિય રીતે રોગ સામે લડવાની શક્તિ ધરાવે છે. કોઈપણ પ્રકારની પ્રવૃતિમાં સામેલ નથી તેવા લોકો હળવાશનો અનુભવ ઓછો કરે છે. મેડિટેશન ક્વોલિટી ઓફ લાઈફને પ્રોત્સાહન આપે છે. સ્ટ્રેસને ઘટાડવામાં પણ તેની ભુમિકા રહેલી છે. આનાથી કામ વધુ સારી રીતે થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

સિડની મેડિટેશન સેન્ટરનાં ડિરેક્ટર કેવીને કહ્યું છે કે મેડિટેશનથી હળવાશની સાથે સાથે સાંભળવાની અને સમજવાની શક્તિ પણ વધે છે. કેટલીક અન્ય સારી અસર પણ મેડિટેશનનાં કારણે થાય છે. ઇમોશનને હાથ ધરવામાં પણ શક્તિ વધે છે. ઉંઘમાં પણ સુધારો થાય છે. મુશ્કેલરૂપ પરિસ્થિતિમાં પણ આવા લોકો બહાર નીકળવામાં પણ આવા લોકો સફળ થાય છે. મેડિટેશનની ટૂંકા ગાળાની પણ સારી અસર થાય છે.