loader

Breaking News


Home > Bollywood > મેઘના ગુલઝારની ફિલ્મ રાજીને લઇ આલિયા સજ્જ


Foto

મેઘના ગુલઝારની ફિલ્મ રાજીને લઇ આલિયા સજ્જ

Dec. 4, 2017, 2:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અને નવી પેઢીમાં લોકપ્રિય થઇ રહેલી આલિયા ભટ્ટ હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. તે સૌથી પહેલા મેઘના ગુલઝારની ફિલ્મ રાજીમાં રજૂ થનાર છે. રાજી ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ ૧૧મી મે ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આલિયા ભટ્ટ હાલમાં જે ફિલ્મોમાં શાનદાર ભૂમિકા અદા કરી ચુકી છે તેમાં હાઇવે, ટુ સ્ટેટસ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાઅને કપુર એન્ડ સન્સનો સમાવેશ થાય છે. તેની શાહિદ કપુર સાથેની ફિલ્મ શાનદાર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં સારી અને મોટી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મો પણ આવી રહી છે.

ઉડતા પંજાબની સ્ટાર અભિનેત્રીએ માહિતી આપતા કહ્યુ છે કે તે પડકારરૂપ ભૂમિકા કરવા માટે હમેંશા ઉત્સુક રહે છે. ઉડતા પંજાબમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. અત્રે નોંધનીય છે કે કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે આલિયાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આલિયા ભટ્ટે પોતાના પિતાની પ્રશંસા કરતા કહ્યુ છે કે તેમની પણ તેની કેરિયરમાં ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. આલિયા ભટ્ટ બોલિવુડમાં જુદા જુદા યુવા સ્ટાર સાથે સંબંધને લઇને પણ ચર્ચામાં રહી છે. સિદ્ધાર્થ મલહોત્રા સાથે તેના સંબંધ બોલિવુડમાં ચર્ચામાં રહ્યા હતા. જા કે હાલમાં તેમના સંબંધ તુટી પડવાના આરો પહોંચી ગયા હતા. જા કે હવે બન્ને ફરી નજીક આવ્યા છે. મતભેદો દુર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની વચ્ચે સંબંધની પણ ચર્ચા છે. બન્નેએ એક સાથે કેરિયરની શરૂઆત કરી હતી. બન્ને આશાસ્પદ સલ્ટાર તરીકે છે.

https://www.facebook.com/manavmitranews/