loader

Breaking News


Home > National > PM મોદીનાં અધ્યક્ષસ્થાને આજે યોજાશે ભાજપનાં મુખ્યમંત્રીઓની બેઠક


Foto

PM મોદીનાં અધ્યક્ષસ્થાને આજે યોજાશે ભાજપનાં મુખ્યમંત્રીઓની બેઠક

Aug. 28, 2018, 12:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : 2019 માં યોજાનારા લોકસભા ચૂંટણીને નજરમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં આજે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક યોજાઈ રહી છે બેઠકમાં ૧૫ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ બેઠક ભાજપના મુખ્યાલય દીનદયાળ ઉપાધ્યાય માર્ગ ખાતે યોજાશે.

બેઠકની અધ્યક્ષતા નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ કરશે બેઠકમાં 2019 લોકસભા ચૂંટણીને લઇને ચર્ચા થશે તેમજ તેની સાથે સાથે ગઈ બેઠકમાં દરેક મુખ્યમંત્રીઓને જે કામ સોંપવામાં આવ્યો હતો તેને લઈને વાતચીત તેમ જ તેમના કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. આજે સવારથી ચાલુ થનાર આ બેઠક 2019 યોજાનાર ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી મધ્ય પ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ત્રણે રાજ્યો હાલ ભાજપા શાસિત છે.