loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટની તડામાર તૈયારીઓ


Foto

ગાંધીનગર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટની તડામાર તૈયારીઓ

April 26, 2018, 7:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં હમણા જ પટેલ બિઝનેસ સમિટ યોજાયા બાદ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ (બ્રાહ્મણ જોબ ફેર)નું આયોજન 28,29 એપ્રિલ-2018નાં રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે થનાર છે. ત્યારે સમિટનાં કન્વિનર યજ્ઞેશ દવે, અશ્વિન ત્રિવેદી, કમલેશ વ્યાસ, અમીત દવે, પિયુષ વ્યાસ, દિવ્ય ત્રિવેદીની ટીમ દ્વારા 1 હજારથી વધુ કંપનીઓ તથા સીઇઓ ભાગ લેવાનાં છે.




બ્રહ્મ સમાજનાં બેરોજગાર યુવાનો અને યુવતીઓને રોજગારીની તક, બ્રાહ્મણ ઉદ્યોગકારો, વ્યાપારીઓની પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શનની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આ પ્રસંગે 90 હજાર જેટલા પાસોનું વિતરણ અને દોઢ લાખ જેટલી બ્રાહ્મણ જોબફેર બિઝનેસ સમિટમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.