loader

Breaking News


Home > National > શહીદ અધિકારીના પરિવારના સભ્ય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા


Foto

શહીદ અધિકારીના પરિવારના સભ્ય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા

Dec. 6, 2018, 3:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : પશ્ચિમ ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ભીડની હિંસામાં શહીદ થયેલા પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહના પરિવારના સભ્યો આજે સવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા હતા. શહીદ ઇન્સ્પેક્ટરના પરિવારના સભ્ય સવારે ૯.૩૦ વાગે મુખ્યપ્રધાનના આવાસ પર પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મુખ્યપ્રધાન યોગીએ તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતોને કોઇ કિંમતે નહીં છોડવાની ખાતરી આપી હતી. મુખ્યપ્રધાને પરિવારને અસામાન્ય પેન્સન, એક સભ્યને નોકરી આપવા અને શહીદ સુબોધના નામ પર જૈથરા કુરાવલી માર્ગનુ નામ રાખવાની પણ ખાતરી આપી હતી. સાથે સાથે સુબોધે હોમ લોન આશરે ૩૦ લાખ રૂપિયા લીધી હતી. આ હોમલોનની ચુકવણી પણ હવે સરકાર દ્વારા કરવામાં આવનાર છે.