loader

Breaking News


Home > Gujarat > ભાજપમાં બખ્ખા કરવા જતાં કોંગ્રેસનાં સભ્યોને ભારે સસ્પેન્ડ સુધીનાં ડખા પડ્યા


Foto

ભાજપમાં બખ્ખા કરવા જતાં કોંગ્રેસનાં સભ્યોને ભારે સસ્પેન્ડ સુધીનાં ડખા પડ્યા

March 20, 2018, 7:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : લોકસભા ચુંટણીને લઇને અત્યારે દરેક પાર્ટીઓ પોતાની તૈયારીઓને વેગ આપી રહી છે. જ્યા કોંગ્રેસ 2019માં ભાજપને પાડી ફરી સત્તા એઢવાની તૈયારીઓમાં લાગી ગયુ છે. ત્યારે ભાજપ પણ પોતાના દેખાવને મજબૂત કરી રહી છે. ત્યારે એક કિસ્સો આજે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળ્યો હતો. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસનાં આદેશ વિરુદ્ધ ગેરહાજર રહેલા સભ્યો પર ગાજ આવતા તેમને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં આજે થયેલ પ્રમુખની ચુંટણીમાં ભાજપનાં મહિલા પ્રમુખ ચૂંટાયા હતા. આજે યોજાયેલ પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના છ સભ્યો ગેરહાજર રહેતાં પ્રમુખ તરીકે શોભનાબેન ઈશ્વરસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે જગદીશ પટેલ ચૂંટાયા હતા. આ સમાચાર વૉટ્સઅપ પર વાયરલ થતા લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આજની ચુંટણીમાં કોંગ્રેસના ફક્ત ૧૩ સભ્યો હાજર હતા જયારે ભાજપનાં ૧૭ સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના ૬ સભ્યો ગેરહાજર રહેતાં તેમજ બે અપક્ષોએ ભાજપ તરફી વોટીંગ કર્યું હતું જેથી ભાજપે તાલુકા પંચાયત પર સત્તા મેળવી લીધી હતી. કોંગ્રેસનાં સભ્યો દ્વારા ગારહાજર રહેતા કોંગ્રેસને પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં ગેરલાભ થયો હતો. પક્ષ તરફથી આ વિષય પર અગાઉ કહેવામાં આવ્યુ હતુ કે કોઇ પણ સભ્ય આ ચુંટણીમાં ગેરહાજર રહેશે નહી. પરંતુ પક્ષનાં આદેશને ગોળીને પી ગયેલા સભ્યો પર કોંગ્રેસની ગાજ પડી છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતા કોંગ્રેસને પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં માત મળતા લાગે છે કે હવે ભાજપ માટે કોઇ પણ ચુંટણી જીતવી અશક્ય વાત રહી નથી.

સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યોનાં નામ

ચાવડા રતનબેન રામાજી

પરમાર સજ્જનબેન હિંમતસિંહ

વાઘેલા સ્મિતાબા કિરણસિંહ

ઠાકોર રમણજી પોપટજી

ઠાકોર બાબુજી પુંજાજી

ઠાકોર મહોતજી બબાજી