loader

Breaking News


Home > National > રાજ્યસભામાં સભ્યો હવે કોઈપણ ભારતીય ભાષામાં ભાષણ આપી શકશે


Foto

રાજ્યસભામાં સભ્યો હવે કોઈપણ ભારતીય ભાષામાં ભાષણ આપી શકશે

July 11, 2018, 11:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજ્યસભાનાં સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે સંસદનાં આગામી મોન્સુન સત્રમાં રાજ્યસભા સાંસદ સંવિધાનની આઠમી સૂચિમાં સામેલ ૨૨ ભારતીય ભાષાઓમાંથી કોઇપણ ભાષામાં ભાષણ આપી શકે છે. રાજ્યસભા સચિવાલયે પાંચ અન્ય ભાષાઓ ડોંગરી, કાશ્મીરી, કોંકણી, સંથાલી અને સિંધી માટે અનુવાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાયડુએ મંગળવારે ઔપરીચાક રૂપથી આ ભાષાઓ માટે અનુવાદકોને અનુવાદક ટીમમાં સામેલ કર્યા હતા. ૨૨ ભાષાઓમાં રાજ્યસભામાં પહેલાથી જ ૧૧ ભાષાઓ અસમ, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુમાં અનુવાદકોની વ્યવસ્થા છે. જયારે અન્ય ભાષાઓ માટે લોકસભાનાં અનુવાદકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.