loader

Breaking News


Home > Health > પુરુષોએ ચહેરાને સાફ રાખવા આટલુ ધ્યાન રાખવુ જરૂરી


Foto

પુરુષોએ ચહેરાને સાફ રાખવા આટલુ ધ્યાન રાખવુ જરૂરી

March 14, 2018, 6:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : છોકરીઓની જેમ છોકરાઓ બ્યુટી પ્રોડક્ટ્સ પર વધારે નાણાં ખર્ચતા નથી. છોકરીઓ અને છોકરાઓની ચામડીમાં ઘણો તફાવત હોય છે. જો તમે બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા જાઓ તો આટલું ધ્યાન અવશ્ય રાખવું.



ઘણી બ્યુટી સંબંધી ઉત્પાદનોમાં સેલિકોઇલિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. તે ચામડીના ઉપરના સ્તરમાં ગંદકીને દૂર કરે છે અને તેને અંદરથી સાફ કરે છે અને ચામડીને ચુસ્ત બનાવે છે.

જ્યારે તમે કોઇ બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી રહ્યાં હોય ત્યારે તેની પાછળના લેબલને વાંચવાનું ન ભૂલો. છોકરાને પણ છોકરીઓની જેવી ખીલ સમસ્યાઓ સાથે લડવાનું હોય છે, તેથી રેટિનોઇટ એસિડ છોકરાઓની ચામડી માટે ગુણકારી સાબિત થાય છે.

છોકરાઓની ચામડીને હાયરિરોનિક એસિડની વધુ જરૂર છે, આ એસિડ તેમની ચામડીને મોઇશ્ચર કરી ભેજ જાળવી રાખે છે.

ગ્લાયકોલિક એસિડને છોકરાઓની ચામડી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. છોકરાની ચામડી છોકરીઓ કરતાં સખત હોય છે પરંતુ તે તેમની ચામડીની અંદર સરળતાથી જાય છે. જો કે તેનો ઉપયોગ ઓછો કરવાનું કહેવામાં આવતુ હોય છે.