loader

Breaking News


Home > Health > રક્તદાન કરવામાં મહિલાઓ કરતા પુરુષો આગળ


Foto

રક્તદાન કરવામાં મહિલાઓ કરતા પુરુષો આગળ

June 4, 2018, 12:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષોને ટક્કર આપી રહી છે પરંતુ બ્લડ ડોનેશનનાં મામલાઓમાં મહિલાઓ પુરુષો કરતા ખૂબ જ પાછળ છે. દેશમાં એકબાજુ બ્લડ ડોનેશનની જરૂરિયાતોને પૂર્ણ કરવા પુરુષો ૯૪ ટકાનું યોગદાન આપી રહ્યા છે. બીજી તરફ મહિલાઓની ટકાવારી માત્ર ૬ ટકા જ છે. એટલે કે લોકોની લાઇફ બચાવવામાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ ઓછી છે.



સોમાલિયામાં માત્ર પુરુષો જ રક્તદાન કરે છે જ્યારે પશ્ચિમી પેસીફિક વિસ્તારમાં એક નાનકડા દેશ માઇક્રોનેશિયાની મહિલાઓ રક્તદાનનાં મામલામાં દુનિયાની તમામ મહિલાઓથી આગળ છે. અહીં બ્લડ ડોનેશનમાં તેમની હિસ્સેદારી ૭૮ ટકા છે. ત્યારબાદ રિપબ્લિક ઓફ માલદીવની મહિલાઓ આવે છે. બ્લડ ડોનેશનમાં તેમની હિસ્સેદારી ૭૧ ટકા જેટલી છે. વર્લ્ડ બ્લડ ડોનેશન ડેનાં દિવસે જારી કરવામાં આવેલા વિશ્વ આરોગ્ય સંગઠનનાં એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૧૮ થી ૨૪ વર્ષની વયનાં યુવકો સૌથી વધુ રક્તદાન કરે છે. આ મોરચે તેમની ટકાવારી ૫૨.૮૩ ટકા છે. ત્યારબાદ ૨૫ થી ૪૪ વર્ષની વયનાં લોકોની બ્લડ ડોનેશનમાં હિસ્સેદારી ૨૮.૩૮ ટકા છે. ૪૫ થી ૬૪ વર્ષનાં વયનાં લોકોની રક્તદાનની ટકાવારી ૧૮.૭૮ ટકા છે.

દેશમાં ૧૮ વર્ષથી ઓછી વયનાં યુવાનોની રક્તદાનની ટકાવારી હાલમાં શૂન્ય છે. આ મામલામાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ડબલ્યુએચઓનું કહેવું છે કે વિકાસશીલ દેશોમાં જાગૃતતાનાં અભાવને લીધે રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા નથી. આ જ કારણ છે કે દર વર્ષે હજારો લોકો બિમારી અથવા તો અકસ્માત થવાની સ્થિતિમાં લોહી ન મળતાં મોતને ભેટે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ સરકારોને આ મામલામાં જાગૃતી ફેલાવવામાં લોકોને અપીલ કરવા કહ્યું છે.