loader

Breaking News


Home > National > હવામાન ખાતાએ આપી ચેતાવણી, આ રાજ્યોમાં આવી શકે છે તોફાન


Foto

હવામાન ખાતાએ આપી ચેતાવણી, આ રાજ્યોમાં આવી શકે છે તોફાન

May 8, 2018, 12:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી તોફાને જોર પકડ્યુ છે. હાવમાન ખાતાની આગાહીનું માનીએ તો દેશનાં ઉત્તરી રાજ્યોમાં તોફાન પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન ખાતાએ બહાર પાડેલ એક નિવેદન મુજબ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ઝડપી હવા સાથે ભારે તોફાન આવી શકવાની સંભાવનાઓ છે.




દેશનાં ઉત્તરી રાજ્યોમાં તોફાનની ગતિ વધુ હશે સાથે તેની સીધી અસર ચંડિગઢ, હરિયાણા અને દિલ્હીનાં મોટા ભાગનાં વિસ્તારોમાં જોવા મળશે. હવામાન ખાતાએ આ સિવાય બિહાર, પશ્ચિમ બંગાળ, ઉડીસા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, કર્નાટક અને કેરળમાં પણ આ તોફાનની અસર જોવા મળે તેવી આશંકાઓ વ્યક્ત કરી હતી. જો ગુજરાતની વાત કરીએ તો અહી તોફાનની અસર લગુત્તમ જોવા મળશે અને તાપમાન 40 થી 44 ડિગ્રી સિલ્સિયસ રહેશે તેવો અનુમાન પણ લગાવવામાં આવ્યો છે.