loader

Breaking News


Home > Sports > માઈકલ હોલ્ડિંગે બુમરાહ પર ઉઠાવ્યો સવાલ, નવા બોલથી બોલીંગ કરવામાં અયોગ્ય


Foto

માઈકલ હોલ્ડિંગે બુમરાહ પર ઉઠાવ્યો સવાલ, નવા બોલથી બોલીંગ કરવામાં અયોગ્ય

Aug. 28, 2018, 1:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લંડન : ઈજા બાદ ભારતીય બોલર જસપ્રિત બુમરાહએ શાનદાર વાપસી કરી છે અને નોટિંગમમાં, તેણે બીજી વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહએ આ મેચમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને બીજી ઈનિંગ્સમાં તેણે ૮૫ રનમાં ૫ વિકેટ લીધી હતી. પરંતુ વેસ્ટઇન્ડીઝનાં પૂર્વ દિગ્ગજ બોલર માઇકલ હોલ્ડિંગે બુમરાહની બોલિંગને લઇ સવાલો ઉભા કરી દીધા છે.



હોલ્ડિંગ અનુસાર બુમરાહ અત્યાર સુધીમાં ટેસ્ટ મેચમાં શરૂઆત કરનાર બોલર બન્યો નથી. મીડિયા સાથે વાતચીતમાં હોલ્ડિંગ કહ્યું કે, ‘હું હજુ પણ જસપ્રીત બુમરાગ પાસે બોલિંગ ન કરાવું. આ માટે ઇશાંત શર્મા અને મોહમ્મદ સમી યોગ્ય વિકલ્પ છે.’ તેમણે કહ્યું કે , ‘સમી અને ઇશાંત નવા બોલ સાથે વધારે પ્રભાવશાળી સાબિત થાય છે અને આ માટે ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં આ બંન્ને બોલરો પાસેથી જ બોલિંગ કરાવી જોઇએ. જસપ્રીત બુમરાહ જૂના બોલથી વધારે ખતરનાક સાબિત થઇ શકે છે.’ હોલ્ડિંગથી ઉલટ ઇંગ્લેન્ડનાં બેટ્‌સમેન જોસ બટલરે કહ્યું હતું કે, બુમરાહની બોલિંગ એક્શન તેને બીજાથી અલગ બનાવે છે. બટલરે કહ્યું કે, ‘તે ખુબ જ પ્રભાવશાળી બોલર છે તેની એક્શન ખાસ છે અને તેથી તે ખુબ જ વધારે ઝડપ પ્રાપ્ત કરે છે’.