loader

Breaking News


Home > Sports > મુક્કેબાજી ચૈંમ્પિયન માઈક ટાયસન પ્રથમવાર આવશે ભારત


Foto

મુક્કેબાજી ચૈંમ્પિયન માઈક ટાયસન પ્રથમવાર આવશે ભારત

Sept. 5, 2018, 11:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : અમેરિકાનાં મુક્કેબાજી ચૈંમ્પિયન માઈક ટાયસનનાં કુમિત 1 લીગની પહેલી ફાઇટ નાઇટમાં હિસ્સા લેવાનો કાર્યક્રમ મુંબઈ ખાતે 29 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. જેની ઘોષણા મંગળવારનાં રોજ કરવામાં આવી હતી. આયોજકોનાં મતે આ પહેલીવાર છે કે જ્યારે હેવિવેટ ચૈંમ્પિયન આ પ્રકારની મિશ્રિત ટીમ માર્શલ આર્ટ લીગનાં મેંટરનાં રુપમાં દેશમાં આવી રહ્યો છે.



લીગનાં પહેલા સત્રમાં અલગ-અલગ દેશોની કુલ આઠ ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આયોજકોએ જણાવ્યું છે કે, દરેક ટીમમાં નવ ફાઇટરો હશે અને જેમાથી બે મહિલા હશે. કહેવાય છે કે મુક્કેબાજનાં જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. પરંતુ જો માઈક ટાયસનની વાત કરવામાં આવે તો તે પ્રખ્યાત અને કુખ્યાત બંન્ને રહી ચુક્યા છે. ટાયસનની 1997ની ફાઇટ આજે પણ લોકોને યાદ છે જેમાં તેણે ઇવાંડર હોલીફીલ્ડનો કાન કોતરી ખાધો હતો. તેટલું જ નહિ તેના પર બળાત્કારનો આરોપ પણ લાગેલો છે જેમાં તે 3 વર્ષની સજા ભોગવી ચુક્યો છે.