loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં સરકારી નોકરીનાં બહાને લાખોનો વેપાર, ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનો રાફડો ફાટ્યો


Foto

રાજ્યમાં સરકારી નોકરીનાં બહાને લાખોનો વેપાર, ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનો રાફડો ફાટ્યો

March 6, 2018, 3:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં બેરોકટોક ઠેર ઠેર સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્રો ચાલી રહ્યાં છે ત્યારે લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાતા આ માંધાતાઓ લાખો રૂપિયાની ફી વસૂલવા છતાં પણ લોકોને નોકરી અપાવવાના પણ ઘણાં જ કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો પાટનગરમાં બનવા પામ્યો છે. જેમાં અગાઉ નોકરી અપાવવાના બહાને હાઈપ્રોફાઈલ એક કેસ બનેલ છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર તારક પંડ્યાએ હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ ચેતન પંડ્યા મારફત કરેલી પીટીશનમાં એવી રજૂઆત કરી હતી કે તેણે અગાઉ જીપીએસસી પ્રીલીમનરી પરીક્ષા પાસ કરી હતી. જે બાદ આગળની પરીક્ષાની તૈયારી માટે તે મુકેશ પટેલની ટીસીસીઅઆઈ એજ્યુકેશન સાથે જાડાયો હતો. તે પેટે તેણે ૨૮ હજાર ફી પણ ભરી હતી. ત્યારે ટીસીસીઆઈ એજ્યુકેશનના પ્રમુખ મુકેશભાઈએ જણાવ્યું હતું કે જો સરકારી નોકરીમાં પાસ થવું હોય તો તેણે ૧૮ લાખ આપવા પડશે. જે બાદ તેના પિતાએ આ રકમ આપવાની અશક્તતા દર્શાવતા તેમને વિશ્વાસમાં લઈ રૂ. ૮ લાખ મેળવી લીધા હતાં. જે બાદ તારક પરીક્ષામાં પાસ નહીં થતાં નાણાં આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. અગાઉ મુકેશ પટેલે આપેલા ચેકો પણ રિટર્ન થયા હતાં. જે મામલે જાવાયેલી પોલીસ ફરિયાદમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મુકેશ પટેલને આગોતરાજામીન આપ્યા હતાં.

આગોતરા જામીન રદ કરવા માટે થયેલી પીટીશનમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી જામીન રદ કરવામાં આવે છે તેમજ આરોપી સામે બિનજામીનપત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવે છે. આ એજ્યુકેશન સંસ્થાને અન્ય સાથે પણ આ જ રીતે ઠગાઈ કરી હોવાની શક્યતાને નકારવામાં આવતી નથી.