loader

Breaking News


Home > Gujarat > સ્વર્ણિમ સંકુલમાં બેસીને મોદીનું ન માનનારા મંત્રી આખરે વર્ગ-૪નાં કર્મચારીએ નિયમો સમજાવ્યા ત્યારે ડન કર્યું


Foto

સ્વર્ણિમ સંકુલમાં બેસીને મોદીનું ન માનનારા મંત્રી આખરે વર્ગ-૪નાં કર્મચારીએ નિયમો સમજાવ્યા ત્યારે ડન કર્યું

May 31, 2018, 2:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપ સત્તાના સૂત્રો સંભાળી રહી છે ત્યારે ભાજપનાં એક મંત્રી પોતે અગાઉ ભાજપનાં સારા એવાં હોદ્દાઓ ઉપર રહી ચૂક્યા છે અને અગાઉ મંત્રી પછી પાછા મંત્રીની સફર કરી રહ્યાં છે ત્યારે ઘણીવાર કહેવાય છે કે વાર્યા ન વરે એ હાર્યા વરે ત્યારે સ્વર્ણિમ સંકુલમાં બેસતાં આ મંત્રી અગાઉ સારા પદ પર આશન ગ્રહણ કરીને આવ્યા છે પણ હા સ્ટેમ્પેડ હતાં એટલે તેમને મંત્રી પદ મળ્યું છે ત્યારે કાયદા, નિયમો, ઠરાવોની ખબર ન પડતી હોય અને આ બાબતે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે ત્યારે માથું ખંજવાળતાં હોય તેમ પીએ, પીએસને પૂછે ત્યારે આ મામલામાં પીએ, પીએસ કામ ન લાગે આખરે વર્ગ-૪ના કર્મચારી આ મંત્રીને સમજાવવામાં સફળ થયો છે પણ આખરે મંત્રી સમજ્યા એટલે અરજદારનું કામ તો થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર દ્વારા ચાલુ વિધાનસભામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા એક્રિડેટેડ કાર્ડ ધરાવતાં પત્રકારોને વોલ્વો બસમાં મુસાફરી કરી શકે તેવી જાહેરાત કરીને ૧લી એપ્રિલથી આનો અમલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે આજે બજેટ પૂર્ણ થયાં બાદ જુન મહિનો શરૂ થવાના આસાર પર છે ત્યાં સુધી હજુ પણ ઠરાવ કે પરિપત્ર એસટી મુખ્યાલય કચેરીને ન મળતાં પત્રકારોને હેરાન પરેશાન થતાં આખરે મંડળ વતી આ બાબતે મંત્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આમ મંત્રઈએ કોણીએ ગોળ લગાવીને જોઈ લઈશું.. ત્યારે બીજીવાર ઉઘરાણી કરતાં તેમના પીએ, પીએસને વાત કરતાં જણાવ્યું તો તેમણે પણ હામાં હા મિલાવીને મંત્રીને વાત કરી હતી પણ મંત્રીને સમજાવવામાં નિષ્ફળ નિવડતાં આખરે વર્ગ-૪નાં કર્મચારીને એક પત્રકારે તમામ પરિપત્રથી લઈને વિધાનસભામાં થયેલ જાહેરાતની વાત કરતાં વર્ગ-૪નાં કર્મચારી આ મંત્રીને સમજાવવામાં સફળ થયા છે.

ત્યારે આ મંત્રીના પીએ તરીકે ફરજ બજાવતાં મોદીની વાત ન માનીને આ મંત્રીએ અને વર્ગ૪નાં કર્મચારીની વાત ગળે ઉતરી ગઈ, કાંઈ નહીં પણ છેલ્લે પ્રજાનું તો કામ થયું. પડતર પ્રશ્નનું સોલ્યુશન તો આવ્યું, આખરે આ મંત્રીનાં પીએ, પીએસ તરીકે મોદી ફરજ બજાવી રહ્યાં છે જે સમજાવવામાં મંત્રીને સફળ ન થયાં પણ વર્ગ-૪ના કર્મચારી સફળ થતાં સચિવાલયમાં એક રમૂજ ફેલાઈને ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.