loader

Breaking News


Home > Gujarat > આદિવાસી મહાસંમેલનમાં મંત્રી ગણપત વસાવાની ગાડી પર પથ્થરમારો થતાં સ્થળ છોડી ભાગ્યાં


Foto

આદિવાસી મહાસંમેલનમાં મંત્રી ગણપત વસાવાની ગાડી પર પથ્થરમારો થતાં સ્થળ છોડી ભાગ્યાં

Jan. 16, 2018, 12:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજપીપળા : રાજપીપળા ખાતે યોજાયેલ આદિવાસી મહાસંમેલનમાં રાજ્યનાં આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાનો હુરિયો બોલાવી તેમજ તેમની ગાડી પર ભારે પથ્થરમારો થતા તેમને નાસી જવાની ફરજ પડી હતી. રાજપીપળામાં આદિવાસી મહાસંમેલન યોજાયું હતું જેમાં ૨૦ થી વધુ રાજ્યોનાં આદિવાસી નેતા હાજર રહ્યાં હતાં. આ સંમેલનમાં ગણપત વસાવા બોલવા ઉભા થતાં હુરિયો બોલાવીને ગણપત સિંહ ગદ્દાર છે તેવો સુત્રોચાર થયો હતો તેમજ તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ અંગે આદિવાસી નેતાઓએ જણાવ્યું હતું કે અમે ગણપતસિંહ વસાવાને બોલાવ્યા નથી છતાં તેઓ આવ્યા હતાં. આગેવાનોનાં જણાવ્યાં મુજબ આદિવાસીઓની જમીનો પચાવી પાડવાનો કારસો રચાઈ રહ્યો છે તેમજ તેમનાં હકો પર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ મંત્રી ગણપત વસાવા નકલી જાતિ પ્રમાણપત્રમાં સંડોવાયેલા હતાં. આદિવાસી સમાજનાં નામ અન્ય સમાજનાં લોકોનું સર્ટિ કઢાવીને નોકરી મેળવતાં હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું તેમજ તેઓ ચુંટણી પ્રચાર દરમિયાન જે લોકો વિરોધ કરે તેના પર તૂટી પડો તેવું વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું જેના કારણે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ વ્યાપેલો હતો.