loader

Breaking News


Home > National > સાર્વજનિક મંચ પર રોડ-રસ્તાની ફરીયાદ કરતા શિક્ષકને મંત્રીએ સંભળાવી ખરેખરી


Foto

સાર્વજનિક મંચ પર રોડ-રસ્તાની ફરીયાદ કરતા શિક્ષકને મંત્રીએ સંભળાવી ખરેખરી

May 9, 2018, 11:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં સ્વચ્છ ભારત અભિયાનથી જોડાયેલા કાર્યક્રમો થતા હોય છે. સ્વચ્છતાનાં પ્રશ્નોને વાંચા આપવી અને યોગ્ય પગલા લેવા તે આ અભિયાનનો એક ભાગ છે. પરંતુ અસમનાં નગાંવ જિલ્લામાં યોજાયેલ સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં એક એવી ઘટના બનવા પામી જેને જોયા બાદ ઉગ્ર વિરોધ શરૂ થઇ ગયો છે. કાર્યક્રમની શરૂઆતમાં એક રિટાયર્ડ શિક્ષકે પોતાના વિસ્તારનાં રોડ-રસ્તાની ખરાબ હાલાતનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેનાથી નારાજ કેંન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહેને મંચ પર જ આ શિક્ષકની ઝાટકણી કાઢી દીધી હતી.



સાર્વજનિક મંચ પર કરવામાં આવેલ ફરીયાદથી નારાજ થયેલા કેંન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહેનનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઇ રહ્યો છે. તેટલુ જ નહી ઘણા લોકોએ મંત્રીનાં ઘરની બહાર ભેગા થઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ હતુ. કાર્યક્રમ દરમિયાન શિક્ષકે રોડ અને રસ્તાની વાસ્તવિક સ્થિતિને મંચ ઉપર વિરાજમાન મંત્રીને જણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે, તમે રોડની અસલી હાલાત જોવા માટે મારી સાથે આવી શકો છો, ત્યાર બાદ તમે નિર્ણય લઇ શકો છો કે હુ સાંચુ બોલી રહ્યો છુ કે નહી. વાતને રોકતા મંત્રીએ શિક્ષકને કહ્યુ કે, તમે આ પ્રકારનાં મુદ્દાઓ કેમ ઉઠાવી રહ્યા છો? તમને આ કરવાથી શું ફાયદો થશે? તમે કોઇ ખોટા ઇરાદે આવ્યા છો. જો તમારે કોઇ ફરીયાદ હતી તો તે વ્યક્તિગતરૂપે મને સંપર્ક કરવો જોઇતો હતો. હાલમાં મંત્રીનાં વિરોધમાં સ્થાનિકો આવી ગયા છે અને માંગ કરી રહ્યા છે કે મંત્રી પોતાના દુરવ્યવહારની શિક્ષક સમક્ષ માફી માંગે.