loader

Breaking News


Home > Gujarat > મંત્રીઓ - ધારાસભ્યોને મોંઘવારી નડી, પગાર વધારા સુધાર વિધેયક સર્વાનુમતે પાસ


Foto

મંત્રીઓ - ધારાસભ્યોને મોંઘવારી નડી, પગાર વધારા સુધાર વિધેયક સર્વાનુમતે પાસ

Sept. 19, 2018, 1:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં સામાન્ય માણસ જયારે કારમી મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ત્યારે જનતાની સેવા કરવા માટે વિધાનસભામાં મોકલેલા નેતાઓ હવે 45 હજારથી વધુનો પગાર મેળવીને સામાન્ય માણસના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરશે. એક બાજુ સત્તાપક્ષ ભાજપ એમ કહે છે કે ક્યાં છે મોંઘવારી ત્યારે બીજી બાજુ મોંઘવારીનું કારણ આપી પગાર વધારા સુધારા વિધેયક પણ ભાજપ પસાર કરાવે છે ત્યારે જનતા સમજી શકે છે કે કેવી ખીચડી રંધાઈ રહી છે.

આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પગાર વધારા સુધારા વિધેયક રજૂ કર્યું હતું જે સર્વાનુમતે પસાર થયું હતું. આ પગાર વધારા વિધેયકને ભાજપ - કોંગ્રેસના સર્વે ધારાસભ્યોએ વધાવીને બહુમતીથી પાસ કર્યું હતું. રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો છે. આમ રાજ્યમાં ખેડૂતો - સામાન્ય માણસ કારમી મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો છે ત્યારે પગાર બાબતે ભાજપ - કોંગ્રેસની એકતા ઉપર પણ સોશિયલ મીડિયામાં વિરોધ દર્શાવાયો હતો.