loader

Breaking News


Home > Gujarat > મંત્રીઓનાં પગાર ખર્ચમાં ૧૭.૭૩ ટકાનો વધારો કરવામાં આવ્યો


Foto

મંત્રીઓનાં પગાર ખર્ચમાં ૧૭.૭૩ ટકાનો વધારો કરવામાં આવ્યો

March 10, 2018, 10:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં મંત્રીઓના પગાર માટેના ખર્ચમાં ૧૭.૭૩ ટકાનો વધારો કરી ૫.૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે આ મંત્રીઓના અંગત કર્મચારી વર્ગનો ખર્ચ તેના કરતા ચાર ગણો એટલે કે, રૂપિયા ૨૧.૧૭ કરોડ કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ ૧૮૨ ધારાસભ્યો માટે ૧૫.૪૩ કરોડ, વિરોધપક્ષના નેતા માટે ૯૩.૦૩ લાખ અને મુખ્ય દંડક અને તેમના મહેકમ માટે ૪ ટકા જેટલો કાપ મુકવા છતાં ૧.૪૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મંત્રી પરિષદ એટલે કે, મંત્રીમંડળ પાછળ ૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ રૂપિયા ૫.૭૦૫૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે ચૂંટણીઓ માટે ૨૪૭.૨૮૮૫ કરોડની માગ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મુકવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અન્ય ખર્ચ માટે ૧૨૨.૮૧૨૯ કરોડની માંગણી મુકવામાં આવી છે. આ ત્રણેય માંગણીઓમાં કુલ ૩૭૫.૮૦ લાખનો ખર્ચ કરવામાં આવશે. તેમાં મંત્રીઓના પગાર માટે આ વર્ષે થયેલા ૮૫.૯૨ લાખના ખર્ચમાં ૧૭.૭૩ ટકા એટલે કે, રૂપિયા ૮૫.૯૨ લાખનો વધારો કરી ૫.૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે મંત્રીઓના સરભરા અને આતિથ્ય ખર્ચ પાછળ ૧.૪૩ લાખ તેમજ પ્રવાસ પાછળ ૧.૧૦ કરોડ સિવાય બીજા ખર્ચ માટે ૧૮.૦૯ લાખની જાગવાઈ કરવામાં આવી છે.