loader

Breaking News


Home > National > મિશન ૨૦૧૯ : લોકસભા ચુંટણીમાં જીત માટે સાયકલ પર નીકળશે અખિલેશ યાદવ


Foto

મિશન ૨૦૧૯ : લોકસભા ચુંટણીમાં જીત માટે સાયકલ પર નીકળશે અખિલેશ યાદવ

July 17, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ૨૦૧૭ વિધાનસભા ચુંટણીમાં ખસી ગયેલાં પોતાના જનાધારને પાછા લાવવાની મહેનતમાં લાગી ગયા છે. તેઓ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા અને પાર્ટી જીતાડવા માટે એસપી કાર્યકર્તાઓ સાથે બલિયાથી લખનૌ સુધી સાયકલ ચલાવશે. લોકસભા ચુંટણીની જાહેરાત થાય બાદ તેઓ સાયકલ યાત્રા પર નીકળશે.

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ સાયકલ યાત્રા કળશે અને અગાઉની રાજ્યસરકારની યોજનાઓને પોતાની બતાવી રહેલ ભાજપનાં જુઠનો પર્દાફાશ કરશે. સપા કાર્યકર્તાઓ બલિયાથી લોકતંત્ર બચાઓ સમગ્ર ક્રાંતિ સાયકલ યાત્રા કાઢશે. આ યાત્રા તે રસ્તાથી નીકળશે જેની પર પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું નિર્માણ પ્રસ્તાવ છે. સપા કાર્યકર્તા સાયકલથી ગાજીપુર, મઉં, આઝમગઢ, આંબેડકર નગર, ફૈઝાબાદ અને બારાબંકી થઈને લખનૌ પહોંચશે.