loader

Breaking News


Home > National > મિશન 2019 : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે આજે અમિત શાહ યોજશે બેઠક


Foto

મિશન 2019 : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે આજે અમિત શાહ યોજશે બેઠક

June 6, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : વર્ષ 2019 માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને પોતાના સાથીપક્ષો સાથે સંપર્ક કરવાના ભાગરૂપે આજે અમિત શાહ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને મળશે તેમજ આવતીકાલે અકાલી દળના સુપ્રીમો પ્રકાશસિંહ બાદલ સાથે મુલાકાત કરશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ અમિત શાહ લોજપાના નેતા રામવિલાસ પાસવાનને મળ્યા હતા. પાસવાને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સંપર્ક અભિયાનના ભાગરૂપે અમિત શાહ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પણ મુલાકાત કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નીતીશ કુમાર અને મુફ્તી સાથે અમિત શાહ બેઠક યોજે તેવી યોજના બનાવવામાં આવી રહી છે.