loader

Breaking News


Home > National > મિશન ૨૦૧૯ : મમતા બેનર્જીનાં ગઢમાં આજે PM મોદીની ખેડૂત રેલી, ૨૨ બેઠકો પર નજર


Foto

મિશન ૨૦૧૯ : મમતા બેનર્જીનાં ગઢમાં આજે PM મોદીની ખેડૂત રેલી, ૨૨ બેઠકો પર નજર

July 16, 2018, 10:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળનાં મિદનાપુર શહેરમાં એક રેલીને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ હાલમાં જ ખરીફ પાકોની MSP વધારવાનાં કેન્દ્રનાં નિર્ણય બાબતે લોકોને જણાવશે. તેમની રેલી મિદનાપુર કોલેક ગ્રાઉન્ડમાં બપોર બાદ યોજાશે. ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક સભા થવા જઈ રહી છે. મોદીની આગામી યાત્રાથી પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહ પેદા કર્યો છે.

નરેન્દ્ર મોદી બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે મિદનાપુર પહોંચશે અને સીધા રેલીના સ્થળે જશે. કેન્દ્ર દ્વારા ૧૪ ખરીફ પાકોની MSP વધારવાનાં નિર્ણયનું સ્વાગત કરતા સિન્હાએ જણાવ્યું હતું કે તેનાથી દેશભરમાં ખેડૂતોને ફાયદો થશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે મિદનાપુરમાં પ્રધાનમંત્રી મોદીની રેલી સાબિત કરે છે કે લોકસભા ચુંટણી માટે બંગાળ અમારાં સર્વોચ્ચ પ્રાથમિકતા વાળા રાજ્યોમાંથી એક છે.