loader

Breaking News


Home > National > 100 નહીં પરંતુ 50 દિવસ સુધી પણ રોજગાર નથી આપી રહી મનરેગા


Foto

100 નહીં પરંતુ 50 દિવસ સુધી પણ રોજગાર નથી આપી રહી મનરેગા

Sept. 20, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્ર સરકારની ગ્રામીણ ક્ષેત્રો માટેની રોજગાર યોજના મનરેગાને તેની પુરી ક્ષમતા સાથે લાગુ કરવામાં આવે તો મજૂરોની આવકમાં વધારો થવાની શક્યતા છે. કેન્દ્રીય રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાંકીય વર્ષ 2017 - 18 માં લગભગ 50 દિવસનો રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંર્તગત દેશના ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક મજૂરોને ઓછામાં ઓછા 100 દિવસ સુધી રોજગાર આપવાનું હોય છે. યોજના મુજબ ગ્રામીણ વિદ્વતારોમાં તે દરેક વ્યક્તિને લઘુતમ 100 દિવસનો રોજગાર આપવામાં આવશે જે સરકાર પાસે રોજગાર માંગવા જશે.

ભારતમાં મનરેગા દેશના 15 ટકા ગરીબ પરિવારોને 100 દિવસના રોજગારની ગેરંટી આપીને સામાજિક સુરક્ષા આપવાનો દાવો કરે છે. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બેન્કના દાવા મુજબ દેશનું કોઈપણ રાજ્ય આ કેન્દ્રીય યોજના અંર્તગત પુરા 100 દિવસનો રોજગાર પણ પુરી પાડી શકી નથી.