loader

Breaking News


Home > National > મોબ લીન્ચિંગ, આંધ્રપ્રદેશનાં મુદ્દે બંને સદનોમાં હોબાળો, રાજ્યસભા કરાઈ સ્થગિત


Foto

મોબ લીન્ચિંગ, આંધ્રપ્રદેશનાં મુદ્દે બંને સદનોમાં હોબાળો, રાજ્યસભા કરાઈ સ્થગિત

July 18, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર આજથી શરુ થઇ ગયું છે. સરકાર તરફથી ૪૬ વિધેયકોને એજન્ડામાં રાખવામાં આવ્યાં છે જેમાં ત્રણ તલાક, ભાગેલા આર્થિક અપરાધીઓ, સ્ટેટ બેંક નિરસન જેવા ઘણા મુખ્ય વિધેયકો સામેલ છે. મોન્સુન સત્ર ૧૦ ઓગષ્ટ સુધી ચાલશે જેમાં કુલ ૧૮ બેઠકો યોજાશે.

સરકારની સામે મુખ્ય વિધેયકોને પસાર કરાવવાનું દબાણ છે ત્યારે વિપક્ષી દળોએ સંસદમાં સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરી દીધી છે. મંગળવારે યોજાયેલ સર્વપક્ષીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વિપક્ષી દળો આ વખતે સંસદ ગૃહમાં મોંઘવારી, મોબ લીન્ચિંગ, ખેડૂતોની દુર્દશા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ સંસદમાં ઉઠાવશે. લોકસભામાં કોંગ્રેસ સાંસદે અવિશ્વાસનો પ્રસ્તાવનાં મુદ્દા ઉઠાવવાની માંગ કરી હતી પરંતુ સ્પિકર સુમિત્રા મહાજને ઇનકાર કરી દીધો હતો.