loader

Breaking News


Home > National > મોબાઈલ દ્વારા પણ પાસપોર્ટ માટે અરજી કરી શકાશે, સુષ્મા સ્વરાજે કરી એપ સેવા લોન્ચ


Foto

મોબાઈલ દ્વારા પણ પાસપોર્ટ માટે અરજી કરી શકાશે, સુષ્મા સ્વરાજે કરી એપ સેવા લોન્ચ

June 26, 2018, 3:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સરકારે પાસપોર્ટ સેવાઓના સરળીકરણની દિશામાં એક મહત્વનું પગલું ભારત દેશના કોઈપણ ખૂણાથી તેને માટે મોબાઈલ ફોનથી અરજી કરવાની સુવિધા આજથી શરુ કરી દીધી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાસપોર્ટ સેવા દિવસ પર પાસપોર્ટ સેવા એપ લોન્ચ કરીને આ બંને સેવાઓ શરુ કરવાની જાહેરાત કરી હતી.

સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે હવે દેશના કોઈપણ સ્થળથી પાસપોર્ટ માટે અરજી કરી શકાય છે. જે સરનામું અરજીમાં દર્શાવવામાં આવશે તે સરનામાં પર પાસપોર્ટ મોકલવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એપના માધ્યમથી મોબાઈલ ફોન દ્વારા પણ પાસપોર્ટ માટે આવેદન કરી શકાશે. આ પ્રસંગે સંચાર મંત્રી મનોજ સિંહા અને વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.