loader

Breaking News


Home > National > મોબાઈલ નંબર પોર્ટ કરવું થશે મુશ્કેલ, બંધ થઇ શકે છે આ સેવા


Foto

મોબાઈલ નંબર પોર્ટ કરવું થશે મુશ્કેલ, બંધ થઇ શકે છે આ સેવા

June 25, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મોબાઈલ નંબર પોર્ટેબ્લીટી એક એવી સેવા છે જેની મદદથી તમે પોતાનો નંબર બદલ્યા વગર પોતાની ટેલીકોમ કંપની બદલી શકો છો. જો કે નજીકના સમયમાં જ આ કામ મુશ્કેલ થવા જઈ રહ્યું છે. હકીકતમાં મોબાઈલ નંબર પોર્ટેબ્લીટી સેવા ઉપલબ્ધ કરાવનારી કંપની MNP ઇન્ટરકનેક્શન ટેલીકોમ સોલ્યુશન અને સિનિયર્સ ટેકનોલોજીને જણાવ્યું હતું કે MNP ચાર્જ ઘટાડવાને કારણે તેમને નુકશાન થઇ રહ્યું છે. આ કારણે તેઓ સેવા બંધ કરી શકે છે.

એક અખબારે આ બાબતની જાણકારી રાખનાર એક વ્યક્તિના રીપોર્ટ અનુસાર આ બાબતનો ખુલાસો કર્યો હતો. રીપોર્ટ મુજબ બંને કંપનીઓએ દુરસંચાર વિભાગને આ બાબતે પત્ર પણ લખ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અત્યારસુધી મોબાઈલ નંબર પોર્ટેબ્લીટી ચાર્જમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી તેમને રોજ નુકશાન ભોગવવું પડે છે.