loader

Breaking News


Home > Gujarat > દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની વકી


Foto

દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની વકી

Aug. 13, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ ખુબ ઓછો વરસાદ થયો છે. હજુ સુધી સૌથી માઠી અસર જે જિલ્લાઓમાં થઇ છે જેમાં કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડ્યો છે. હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો ૩૬૯મીમીની સામે હજુ સુધી ૧૪૧મીમી વરસાદ થયો છે. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દીવદમણ, દાદરાનગર હવેલીમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ આગામી દિવસોમાં થઈ શકે છે.

આગામી ત્રણ દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યભરમાં ભારે વરસાદ માટેની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપર અપય એયર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. હળવાથી મધ્ય વરસાદી ઝાપટા ગુજરાત ક્ષેત્રમાં જારી રહી શકે છે.