loader

Breaking News


Home > National > ખેતરોમાં પક્ષીઓને ભગાડવા મોદી અને શાહની થઇ પસંદગી


Foto

ખેતરોમાં પક્ષીઓને ભગાડવા મોદી અને શાહની થઇ પસંદગી

July 19, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કર્નાટકમાં ચુંટણી જીતવા માટે કરવામાં આવેલા દરેક પ્રયત્નો વિફલ સાબિત થયા બાદ મોદી અને શાહ રાજ્યનાં ચિકમંગલુરુનાં તારિકેર તાલુકાનાં ખેતરમાં પક્ષીઓને ભગાડતા જોવા મળ્યા હતા. તમને નવાઇ લાગશે પણ અસલમાં વાત આ છે કે તેમના કટઆઉટ્સને એરિયાનાં ખેડૂતોએ પક્ષીઓને ભગાડવા ઉપયોગ કરવા લાગ્યા છે.




કર્નાટકમાં ચુંટણી દરમિયાન વડા પ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમીત શાહનાં કટઆઉટ્સનો ઉપયોગ અહી ચુંટણી પ્રચાર માટે કરવામાં આવ્યા હતા. જો કે હવે તેનો ઉપયોગ અહીનાં ખેડૂતો ખેતરમાંથી પક્ષીઓને ભગાડવા કરવા લાગ્યા છે. ખેડૂતોનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે સારા મોનસૂનની સંભાવનાને ધ્યાને લઇને વાવણી સમયસર થઇ ગઇ છે. જેમાં પક્ષીઓ પાકને બગાડે નહી તે માટે આ નેતાઓનાં કટઆઉટ્સનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. આ પહેલા એક ખેડૂતે બોલીવુડ અભિનેત્રી સની લિયોનીનો ફોટો પોતાના ખેતરમાં મુકી જનમુખે ચર્ચાનો વિષય ઉભો કર્યો હતો.