loader

Breaking News


Home > Gujarat > મોદીને સેક્યુલર બની વૈશ્વિક નેતા બનવું છે, મને રાજકીય દબાણથી હટાવ્યો : તોગડિયા


Foto

મોદીને સેક્યુલર બની વૈશ્વિક નેતા બનવું છે, મને રાજકીય દબાણથી હટાવ્યો : તોગડિયા

April 16, 2018, 11:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર:કેટલાક સમયથી સંઘ અને ભાજપના મોવડી મંડળ સાથે ચાલી રહેલા મતભેદ અને સંઘર્ષના અંતે છેવટે પ્રવીણ તોગડિયાનો વિશ્વ હિંદુ પરિષદ સાથેનો સંબંધ પૂરો થયો છે. આ ઘટનાક્રમ અને આવનારા સમયમાં શું આયોજન છે તે અંગે તોગડિયાએ પત્રકારો સાથે ખાસ વાતચિત કરી હતી. મહત્ત્વનું છે કે તોડગિયાના સમર્થનમાં વડોદરામાંથી 100, પાટણમાંથી 15 અને સાબરકાંઠામાંથી 137 રાજીનામાં પડ્યાં છે.

-આગામી મહિનામાં તોગડિયા નવા હિંદુ સંગઠનની જાહેરાત કરશે

-વિહિંપમાં તમારી સાથે બનેલી ઘટના અંગે શું કહેશો?:

મે ક્યારેય રાજીનામું નથી આપ્યું પરંતુ રાજકીય દબાણ ઊભું કરીને મને વીએચપી છોડાવવામાં આવ્યું છે.નરેન્દ્રભાઈ હવે સેક્યુલર બનીને આંતરરાષ્ટ્રિય નેતા બનવા માંગે છે. આવતા મહિનામાં હું નવા હિંદુ સંગઠનની જાહેરાત કરીશ, જે વણઉકેલ તમામ મુદ્દે લડાઈ લડશે.

-મતલબ કે સંઘ અને નરેન્દ્ર મોદી સામે લડાઈ લડશો?

લડાઈ નરેન્દ્ર મોદી સામે નથી. અમે તો નરેન્દ્રભાઈ છે, તેનાં કરતાં પણ વધુ મહાન બને તેમ ઇચ્છીએ છીએ. તેમણે, સંઘે અને ભાજપે જે પ્રશ્નોનું નિરાકરણ કરવાની હિંદુ સમાજને ખાતરી આપી હતી, તે પ્રશ્નો ઉકેલાય તે માટે પ્રયત્ન કરીશું. જેથી નરેન્દ્રભાઈને વચનપાલક શાસક તરીકે યાદ રાખવામાં આવે.

-તમારે મોદી સરકાર સામે શું વાંધો છે?.

આ સરકાર યુ-ટર્ન સરકાર છે. વચનો પૂરાં કરવાં નથી. કોઈ યાદ કરાવે તો એ લોકોને ગમતું નથી. આ પહેલાં મજદૂર સંઘના મુદ્દે અડગ રહેલા મહામંત્રી કે. સી. મિશ્રાને હટાવાયા, ખેડૂતોના હિતો માટે અડગ રહેલા કિસાનસંઘના મધ્યપ્રદેશના અધ્યક્ષ કક્કાજી અને રાષ્ટ્રિય સચિવ કેલકરને હટાવાયા. હવે રામ મંદિરના મુદ્દે કાયદાની માંગ પર અડગ પ્રવીણ તોગડિયાને હટાવ્યા. સંઘે પણ આ મુદ્દે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નરેન્દ્રભાઈને કર્યો હોય તેવું ધ્યાનમાં નથી.

-શું વિચારધારામાં મતભેદને કારણે કે વ્યક્તિગત મતભેદને કારણે આ મામલો ઊભો થયો છે?

આમાં ક્યાં કોઈ બે વ્યક્તિ વચ્ચે સ્પર્ધા છે. નથી મિલકત જોઈતી, નથી સત્તા જોઈતી. અમે તો જે મુદ્દે હિંદુ સમાજની રામમંદિરની માંગને લઈને જ લડાઈ લડ્યા હતા, ગૌહત્યા રોકવાના કાયદાની માંગ, કાશ્મીરના હિંદુઓના પુનર્વસનની માંગ, એ વ્યક્તિગત નથી.

-શું આ મુદ્દે મોદી પર તમે ઊભું કરેલું દબાણ, તેમને ગમ્યું નથી, એવું તમે કહેવા માગો છો?

આ દેશનો હિંદુ નેતા હિંદુઓના પ્રશ્નો અને મુદ્દાના સમાધાન માટે જરૂર પડે તો દબાણ ન કરી શકે?

- તમે વિહિંપને વધારે પડતી આક્રમક બનાવી હોવાનો આરોપ છે.

જ્યારે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપને આ આક્રમકતા સારી લાગતી હતી. હવે, ખૂંચે છે.

- આગામી સમયમાં તમારાં કાર્યક્રમો શું હશે?

17 એપ્રિલથી હિંદુઓની માગણીઓ મુદ્દે ગાંધીઆશ્રમ સામે અનિશ્ચિત કાળના અનશન પર બેસી રહ્યો છું.