loader

Breaking News


Home > National > મોદી ભાષણો કરવામાં શ્રેષ્ઠ પણ, બોલ-બોલ કરવાથી કાંઇ પ્રજાનું પેટ નાં ભરાય:સોનિયા ગાંધી


Foto

મોદી ભાષણો કરવામાં શ્રેષ્ઠ પણ, બોલ-બોલ કરવાથી કાંઇ પ્રજાનું પેટ નાં ભરાય:સોનિયા ગાંધી

May 9, 2018, 1:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક:કર્ણાટકમાં ચુંટણી ટાણે હવે બરાબરનો રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ પોતાની બધી જ શક્તિ કર્ણાટકની ચુંટણીમાં બતાવી રહ્યાં છે રોજબરોજ ભાજપ અને કોંગ્રેસ એક્બીજા પર આક્ષેપો લગાવી મતદારોને પોતાની તરફ ખેચાવાં એડીચોટીનું જોર લગાવી રહી છે,કર્ણાટકની ચુંટણી હવે તેનાં અંતિમ તબક્કામાં ચાલી રહીં છે, ચુંટણીમાં હવે આંગળીનાં વેઢે ગણી શકાય તેટલાં દિવસો જ દિવસો બાકી રહ્યાં છે, ભાજપ તરફથી ચૂંટણીમાં અમિત શાહ, યોગી આદિત્યનાથ, યેદુરપ્પા પ્રચાર કરી રહ્યાં છે જયારે કોંગ્રેસ તરફથી સિદ્ધરમૈયા, રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યાં છે અને હવે આ રાજકીય ગરમાગરમી વચ્ચે સોનિયા ગાંધી મંગળવારે કોંગ્રેસ તરફથી ચુંટણી પ્રચારમાં કર્ણાટકમાં આવી પહોચ્યાં હતાં તેમણે રેલીને સંબોધીત કરીને મોદી ઉપર ઘણાં આક્રમક પ્રહારો કર્યા હતાં તેમણે જણાવ્યું કે, મોદીને પોતાનાંભાષણોનું ખુબ જ મોટું અભિમાન છે પરંતુ ભાષણોથી કાઇ પ્રજાનું પેટ ભરતું નથી.

સોનિયા ગાંધી પોતાની બીમારીનાં કારણે તેઓ બે વર્ષ બાદ આજે ફરીવાર પ્રચારમાં ઉતર્યા હતાં, તેઓએ પોતનાં વક્તવ્યમાં મોદીની ખુબ જ ટીકા કરી હતી અને ભાજપને પોતાનાં ચાર વર્ષ પહેલા ચુંટણીમાં જે વચનો આપ્યાં હતાં તે પુરા કરવાં જણાવ્યું હતું સાથે તેમણે એ પણ જણાવ્યુંકે મોદી ઉપર કોંગ્રેસ મુકત ભારતનો ઉલ્લેખ અવારનવાર તેમનાં ભાષણોમાં કરતાં રહે છે જેને અનુલક્ષીને સોનિયા ગાંધીએ જણાવ્યુંકે મોદી ઉપર કોંગેસ મુક્ત ભારતનું ભૂત સવાર થઇ ગયું છે કારણકે તેઓ પોતાની સામે કોઈ પણ વ્યક્તિને સહન કરી શકતાં નથી.

તેમણે મીદીને અનેક પ્રશ્નો પૂછયા હતાં તેમણે મોદીએ એમ પણ કહ્યું કે મોદીએ ચાર વર્ષ પહેલાં આપેલાં વચનોમાંથી કયા વચનોનું પાલન કર્યું. શું તેમણે દેશનાં ખેડૂતો,યુવાનો અને મધ્યમ વર્ગ, મહિલાઓ અને બાળકો તેમજ દલિતો અને અન્ય પછાત વર્ગો માટે શું કર્યું? ભષ્ટાચાર રોકવા માટે મોદીએ શું કર્યું.

વધુમાં તેમણે જણાવ્યું કે મોદી જ્યાં પણ જાયછે ત્યાં જુઠું બોલીને આવે છે. દેશે આવા વડાપ્રધાન પહેલી વાર જોયા છે જે ફક્ત વાતોનાં વડા જ કરે છે કામ તો કઈ જ કરતાં નથી.