loader

Breaking News


Home > National > મોદીએ મતદારોનો વિશ્વાસ તોડ્યો, મનમોહનસિંહનાં આકરા પ્રહાર


Foto

મોદીએ મતદારોનો વિશ્વાસ તોડ્યો, મનમોહનસિંહનાં આકરા પ્રહાર

Oct. 27, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમનું શાસન ભારત માટે સારું નથી. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ મતદારોનો ભરોસો તોડ્યો છે અને એવી સરકારનું નેતૃત્વ કર્યું છે જે દેશમાં સાંપ્રદાયિક હિંસા, લિંચિંગ અને ગૌરક્ષા સાથે જોડાયેલ ઘટનાઓ પર હંમેશા ચૂપ રહી છે.

મનમોહનસિંહે કોંગ્રેસ નેતા શશી થરૂરનાં પુસ્તક ધ પેરેડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટરના વિમોચન પર બોલી રહયાં હતા. તેઓએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર દ્વારા દેશની યુનિર્વસિટીઓ અને સીબીઆઈ જેવા રાષ્ટ્રીય સંસ્થાનોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. મનમોહનસિંહની આ ટિપ્પણી સીબીઆઈમાં હાલ ચાલી રહેલ સંકટ વચ્ચે આવી છે. એજન્સીના બંને ઉચ્ચ અધિકારીઓના અધિકાર છીનવી લેવામાં આવ્યા છે અને તેમને રજાઓ પર ઉતારી દેવાયા છે.