loader

Breaking News


Home > National > રાહુલનાં પ્લેનમાં ખરાબી લાગતાં મોદીએ રાહુલને ફોન કર્યો, કોંગ્રેસે ઘટનાંને ષડયંત્ર ગણાવી.


Foto

રાહુલનાં પ્લેનમાં ખરાબી લાગતાં મોદીએ રાહુલને ફોન કર્યો, કોંગ્રેસે ઘટનાંને ષડયંત્ર ગણાવી.

April 27, 2018, 2:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:ગુરૂવારે દિલ્હીથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસ માટે રાહુલ ગાંધી રવાના થયા હતા. સ્પેશિયલ વિમાનમાં તેમના ઉપરાંત કૌશલ વિદ્યાર્થી અને ત્રણ અન્ય લોકો પણ સવાર હતા. કૌશલ વિદ્યાર્થીએ પત્રમાં ડીજી અને આઇજીને જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે વિમાનમાં જઇ રહ્યા હતા, તેમાં ઘણીબધી ટેક્નીકલ ખામીઓ આવી ગઇ અને તે સામાન્ય ન હતી. કોંગ્રેસે કર્ણાટક પોલીસને પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સ્પેશિયલ વિમાનમાં અચાનક આવેલી ટેક્નીકલ ખરાબીની ફરિયાદ કરી હતી.પોલીસે કહ્યું કે તેની તપાસ કરાવવામાં આવશે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટનાની જાણ થતાં રાહુલ ગાંધીને ફોન કર્યો હતો અને તેમની તબિયતના હાલચાલ પૂછ્યા હતાં.

કોંગ્રેસે ફરિયાદમાં આ લખ્યું:

- કૌશલે લખ્યું, "હું સ્પેશિયલ વિમાનમાં VT-AVHથી ગુરૂવારે સવારે લગભગ 9.20 મિનિટ પર દિલ્હીથી હુબલી (કર્ણાટક) માટે રવાના થયો. ફ્લાઇટમાં મારી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, એસપીજી ઓફિસર રામપ્રીત, રાહુલ રવિ અને રાહુલ ગૌતમ સવાર હતા. વિમાન લગભગ 11.45 વાગે હુબલી પહોંચવાનું હતું."

- "સવારે આશરે 10.45 વાગે અચાનક વિમાન જમણી તરફ ઝૂકી ગયું અને ખરાબ રીતે ઝણઝણવા લાગ્યું. બહારનું હવામાન સામાન્ય અને સ્વચ્છ હતું, હવા પણ બહુ ઝડપી ન હતી. પ્લેનની એક તરફથી ઝણઝણાટનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો. એ પણ અમને જાણ થઇ કે વિમાનનું ઓટો પાયલટ કામ કરી રહ્યું ન હતું. વિમાનના લેન્ડિંગ માટે ત્રણ વાર કોશિશ કરવામાં આવી. ત્રીજી વારનાં પ્રયાસમાં સુરક્ષિત લેન્ડિંગ થઇ શક્યું."

- "વિમાને 11.25 મિનિટે હુબલીમાં લેન્ડ કર્યું. આ દરમિયાન પણ વિમાનનું બોડીમાં વિચિત્ર પ્રકારના અવાજ આવી રહ્યા હતા."

- "આ ખરાબીએ આખી મુસાફરી દરમિયાન યાત્રીઓને ચિંતામાં નાખ્યા, તેમને નિરાશ કર્યા. બધાને સાચે જ પોતાના જીવનને લઇને ચિંતા થઇ ગઇ હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સ પણ ડરેલા હતા અને તેમણે પણ કહ્યું કે યાત્રા ઘણી ડરામણી અને અસામાન્ય હતી."

- "વિમાનની શંકાસ્પદ અને ખામીઓ ભરેલી ફ્લાઇટથી એ સ્પષ્ટ થાય છે કે ઘટના સામાન્ય અથવા હવામાન સાથે સંકળાયેલી ન હતી. આ ટેક્નીકલ ખરાબીઓના કારણે આવું થયું હતું. આ મામલે વિમાનની સાથે જાણીજોઇને ચેડાં કરવામાં આવ્યા હોય તે ગંભીર પ્રશ્નો અવગણી ના શકાય. આની તપાસ થવી જોઇએ."

વિમાન સાથે જાણીજોઇને ચેડાં કર્યા હોવાની શંકા:

- "ફ્લાઇટ દરમિયાન વિમાનમાં અનેક ટેક્નીકલ ખામીઓ અને ઓટો પાયલટનું કામ ન કરવું વગેરે વિમાનની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઊભા કરે છે. તેમાં વિમાનની સાથે જાણીજોઇને ચેડાં કર્યા હોવાની પણ આશંકા છે, જેના કારણે તેમાં સવાર લોકોની જિંદગી ખતરામાં પડી શકતી હતી. આ મામલે વિમાનના આખા માળખા, તેના ટેક્નીકલ પાસાઓ, મુસાફરીની પરિસ્થિતિ, વિમાનના મેઇન્ટેનન્સ સાથે જોડાયેલા લોકો વગેરેની તપાસ જરૂરી છે, જેથી ઘટનાનું કારણ જાણી શકાય."

- "આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જરૂરી પગલાં ઉઠાવવામાં આવે. અમે એ પણ રિકવેસ્ટ કરીએ છીએ કે જ્યાં સુધી આ ઘટનાની તપાસ પૂરી ન થઇ જાય ત્યાં સુધી, જે વિમાનમાં આ ઘટના થઇ છે, તેને હુબલીમાં રાખવામાં આવે. આ વિમાનને બીજીવાર ઉડાવવાની પરવાનગી પણ નાં આપવામાં આવે."