loader

Breaking News


Home > National > મોદી કેર સ્કીમ રવિવારથી થશે શરૂઃ લોકોમાં ભારે ચર્ચા


Foto

મોદી કેર સ્કીમ રવિવારથી થશે શરૂઃ લોકોમાં ભારે ચર્ચા

Sept. 22, 2018, 1:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ કહેવાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આવતીકાલથી રાંતથી શરૂઆત થનાર છે. ૩૦ રાજ્યો અને ૪૪૫ જિલ્લામાં એક સાથે શરૂ થઇ રહેલી આ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરવામાં આવનાર છે.આ સ્કીમ શરૂ થવાની સાથે જ દેશની ૧૦૦૦૦ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગરીબો માટે ૨.૬૫ લાખ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ ૧૦૦૦૦ હોસ્પિટલમાં એવી હોસ્પિટલ પણ સામેલ છે જે સરકારી પેનલમાં સામેલ છે. આ સ્કીમને લાગુ કરનાર સંસ્થા નેશનલ હેલ્થ એજન્સી દ્વારા સત્તાવાર લોન્ચિંગની તૈયારી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. મોદી રવિવારના દિવસે રાંચીમાં ગ્રીન સિગ્નલ દર્શાવીને આ યોજનાને સત્તાવાર રીતે શરૂ કરશે. નેશનલ હેલ્થ એજન્સીના અધિકારીઓના કહેવા મુજબ સ્કીમ હેઠળ ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમને લાભાર્થી પત્ર મોકલી દેવામાં આવ્યા છે. આ પત્રને હોસ્પિટલમાં દર્દીની ઓળખના દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવનાર છે.